News of Sunday, 3rd August 2025
ભારત - ઇંગ્લેન્ડ સિરીઝ ડ્રો થાય તો એન્ડરસન-તેંડુલકર ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે: જાણો શું છે નિયમ
ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2021માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે સિરીઝ પણ 2-2 થી ડ્રો થઈ હતી

પટૌડી ટ્રોફીની શરૂઆત વર્ષ 2007માં કરવામાં આવી છે. આ પછી જ્યારે પણ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરતી ત્યારે સિરીઝ જીતનાર ટીમને પટૌડી ટ્રોફી આપવામાં આવતી હતી. આ વર્ષના ઈંગ્લેન્ડનો પ્રવાસ કરતી ત્યારે પટૌડી ટ્રોફીનું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામ રાખવામાં આવ્યું. ઓવલ ટેસ્ટ જીતીને ભારતીય ટીમ આ સિરીઝ 2-2 થી ડ્રો કરી શકે છે. જો આ સિરીઝ ડ્રોમાં સમાપ્ત થાય છે તો હવે એ સવાલ થશે કે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી કયા દેશમાં રાખવામાં આવશે.ભારત કે ઈંગ્લેન્ડ?
જો આ સિરીઝનું પરિણામ ડ્રોમાં આવશે તો નિયમ કહે છે કે છેલ્લી વખત સિરીઝમાં જીતનાર ટીમ ટ્રોફી જાળવી રાખશે જ્યારે ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2021માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે સિરીઝ પણ 2-2 થી ડ્રો થઈ હતી. ત્યારે ટ્રોફી ઇંગ્લેન્ડ ગઈ હતી, કારણ કે ઇંગ્લેન્ડે વર્ષ 2018માં સિરીઝ 2-1 થી જીતી હતી.જ્યારે પણ ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી કોઈપણ ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું પરિણામ જાહેર થતું હતું, ત્યારે ઇંગ્લેન્ડની ટીમ વિજયી થતી હતી. તેથી, નિયમો મુજબ, જો 2025 માં યોજાનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ડ્રો થાય તો પણ ટ્રોફી ઇંગ્લેન્ડની ટીમને જશે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
