<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ગિલની કેપ્‍ટનશીપ ખૂબ ડીફેન્‍સીવ હતીઃ જાડેજા

બધા મેચની પ્‍લેઈંગ ઈલેવનનું સિલેકશન મેચ ડ્રો કરવાના ઈરાદે કરવામાં આવ્‍યું હતું!

નવી દિલ્‍હીઃ શુભમન ગિલને જ્‍યારે એકબાજુ લોકો સલામ કરી રહ્યા છે, તેની કેપ્‍ટનશિપના વખાણ કરી રહે છે ત્‍યારે બીજી બાજુ અજય જાડેજાએ એમ કહ્યું કે તેની કેપ્‍ટનશિપ ડિફેન્‍સિવ અને એવું લાગતું હતું કે ટીમ ઈન્‍ડિયાનો પહેલો ધ્‍યેય મેચ જીતવાનો નહિ પણ મેચ ડ્રો કરવાનો છે.

અજય જાડેજાએ કહ્યું, 'આપણે આખી સિરીઝમાં જોઈએ તો તેની કેપ્‍ટનશિપ ખૂબ જ ડિફેન્‍સિવ રહી. પહેલી મેચમાં તેને ટીમ પસંદ કરી, તે પહેલો સંકેત હતો. આ બાદ તેને સુધારી, જયારે પણ તેને ખામી દેખાઈ, તેને પ્‍લેઇંગ ઇલેવનને બદલી, પરંતુ તેના વિચારો આક્રામક ન હતા. તેના વિચારો ડિફેન્‍સિવ છે. કાગળ પર ટીમ સારી દેખાતી હતી પરંતુ અંતિમ પરિણામમાં ન દેખાઈ. ટીમ ઈન્‍ડિયાના શરૂઆતી પ્‍લેઈંગ ઈલેવનને જોઈને લાગ્‍યું છે કે ગિલ જીત કરતાં હાર ટાળવાની વધુ ચિતા કરતો હતો.

અજય જાડેજાએ વધુમાં કહ્યું, 'તમામ મેચની પ્‍લેઇંગ ઇલેવનનું સિલેક્‍શન મેચ ડ્રો કરાવવાના ઇરાદે કરવામાં આવ્‍યું હતું, એવું લાગ્‍યું કે જીત એ બીજા નંબરની પ્રાથમિકતા હતી. એક એવો સમય આવ્‍યો કે જ્‍યારે તેને ઘણા નિર્ણયો લેવા પડ્‍યા હતા. જ્‍યારે છેલ્‍લા બોલ પર એક રનની જરૂર હતી ત્‍યારે તેને પોતાની રણનીતિ ન બદલી. તેણે સિગલ જવા દીધો. મને લાગે છે કે તેને થોડું વધુ આક્રામક થવું જોઈએ. ત્રીજો વ્‍યક્‍તિ કાઇ પણ ઇચ્‍છી શકે છે પરંતુ જો નિર્ણય લેવા વાળો પોતાના વિચારો પર અડગ રહે છે તો આ પણ એક જરૂરી પહેલું છે.

(10:43 AM IST)