<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

CAFA નેશન્સ કપ: ભારતની 23 સભ્યોની ટીમની જાહેરાત : ગુરપ્રીત સંધુ પરત ફર્યા

નવી દિલ્હી: ભારતીય સિનિયર મેન્સ નેશનલ ટીમ 29 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ 2025માં ભાગ લઈ રહી છે. આ માટે સોમવારે 23 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુ આ ટીમમાં પાછા ફર્યા છે. ખાલિદ જમીલના કોચિંગ હેઠળ, ગુરપ્રીત સિંહ સંધુ, અમરિંદર સિંહ અને ઋત્વિક તિવારીને ગોલકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે રાહુલ ભેકે, નૌરેમ રોશન સિંહ, અનવર અલી, સંદેશ ઝિંગન, ચિંગલેનસાના સિંહ, હિંગથનમાવિયા રાલ્ટે અને મોહમ્મદ ઉવૈસને આ ટીમમાં ડિફેન્ડર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. મિડફિલ્ડર તરીકે, નિખિલ પ્રભુ, સુરેશ સિંહ વાંગજામ, દાનિશ ફારૂક ભટ, જેક્સન સિંહ, બોરિસ સિંહ, આશિક કુરુનિયાન, ઉદંતા સિંહ અને નાઓરેમ મહેશ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ફોરવર્ડ લાઇનમાં ઇરફાન યાદવદ, મનવીર સિંહ જુનિયર, જિતિન એમએસ, લલિયાનઝુઆલા છંગટે અને વિક્રમ પ્રતાપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.ભારતને ગ્રુપ બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની મેચો દુશાંબેમાં યોજાશે. ભારત 29 ઓગસ્ટે યજમાન તાજિકિસ્તાનને પડકારશે, ત્યારબાદ તેનો સામનો 1 સપ્ટેમ્બરે ઈરાન સાથે થશે. ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે.દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો પ્લે-ઓફ તબક્કામાં જશે, જ્યાં 8 સપ્ટેમ્બરે બે મેચ રમાશે. ત્રીજા સ્થાનની મેચ બે ગ્રુપ રનર્સ-અપ વચ્ચે દુશાંબેમાં રમાશે, જ્યારે બે ગ્રુપ વિજેતાઓ તાશ્કંદમાં ફાઇનલ રમશે.

(5:48 PM IST)