News of Monday, 8th September 2025
ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય એશિયા કપઃ કાલે યુએઇ સામે મુકાબલો
સૂર્યા અને ગિલની આગેવાનીમાં યુવા ટીમ મચાવશે ધમાલ

નવી દિલ્હીઃ એશિયા કપનો આવતી કાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય ટીમ ૧૦ સપ્ટેમ્બરે યજમાન UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ સ્ટેજની તેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો સામનો કરશે.ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજની તેની બીજી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. આ મુકાબલો ૧૪ સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ૧૯ સપ્ટેમ્બરે તેની છેલ્લી લીગ મેચમાં ઓમાન સામે ટકરાશે. આ મેચ શેખ ઝાયેદ સ્ટેડિયમ, અબુ ધાબી ખાતે રમાશે.
એશિયા કપ ૨૦૨૫ ની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, ફેન્સના મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આ મેદાનો પર ભારતીય ક્રિકેટ ટીમનું ટી૨૦ ઈન્ટરનેશનલમાં પ્રદર્શન કેવું રહ્યું.
ભારતીય ટીમે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ૯ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન, ભારતીય ટીમે ફક્ત ૫ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાને ૪ માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પુરુષોનો ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ અને પુરુષોનો ટી૨૦ એશિયા કપ ૨૦૨૨ દુબઈ સ્ટેડિયમમાં રમી છે.
એશિયા કપ ૨૦૨૫ માટે ભારતની ટીમ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સંજુ (વિકેટકીપર), હર્ષિત રાણા, રિંકુ સિંહ.
આ છે એશિયા કપનો આખો શેડયુલ
નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫ની શરૂઆત ૯મી સપ્ટેમ્બર એટલે કે કાલથી શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટ ટી૨૦ ફોર્મેટમાં રમાશે.એશિયા કપના ઈતિહાસમાં પ્રથમ વખત ૮ ટીમો ભાગ લેશે. આ ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. ગ્રુપ-બીમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન છે. જ્યારે ગ્રુપ ગ્માં શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગકોંગ છે.
ગ્રુપ સ્ટેજના મેચો આ મુજબ છે. ૯ સપ્ટેમ્બરઃ અફઘાનિસ્તાન Vs હોંગકોંગ, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી,
૧૦ સપ્ટેમ્બરઃ ભારત Vs UAE, રાત્રે ૮:૦૦ વાગ્યે, દુબઈ, ૧૧ સપ્ટેમ્બરઃ બાંગ્લાદેશ Vs હોંગકોંગ, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી, ૧૨ સપ્ટેમ્બરઃ પાકિસ્તાન Vs ઓમાન, રાત્રે ૮:૦૦ વાગ્યે, દુબઈ, ૧૩ સપ્ટેમ્બરઃ બાંગ્લાદેશ Vs શ્રીલંકા, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી ૧૪ સપ્ટેમ્બરઃ ભારત Vs પાકિસ્તાન, રાત્રે ૮:૦૦ વાગ્યે, દુબઈ, ૧૫ સપ્ટેમ્બરઃ શ્રીલંકા Vs હોંગકોંગ, રાત્રે ૮: ૦૦ વાગ્યે, દુબઈ, ૧૬ સપ્ટેમ્બરઃ બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી, ૧૭ સપ્ટેમ્બરઃ પાકિસ્તાન Vs UAE, રાત્રે ૮:૦૦ વાગ્યે, દુબઈ, ૧૮ સપ્ટેમ્બરઃ શ્રીલંકા Vs અફઘાનિસ્તાન, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી, ૧૯ સપ્ટેમ્બરઃ ભારત Vs ઓમાન, રાત્રે ૮:૦૦ વાગ્યે, અબુ ધાબી
સુપર ૪ મેચઃ ૨૦ સપ્ટેમ્બર (શનિવાર): ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૧ સ્ત ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૨, ૨૧ સપ્ટેમ્બર (રવિવાર): ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૧ સ્ત ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૨, ૨૩ સપ્ટેમ્બર (મંગળવાર): ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૧ સ્ત ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૨ , ૨૪ સપ્ટેમ્બર (બુધવાર): ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૧ સ્ત ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૨, ૨૫ સપ્ટેમ્બર (ગુરુવાર): ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૨ સ્ત ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૨, ૨૬ સપ્ટેમ્બર (શુક્રવાર): ગ્રુપ ખ્ ક્વોલિફાયર ૧ સ્ત ગ્રુપ ગ્ ક્વોલિફાયર ૧ એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે સુપર-૪ ગ્રુપમાં ટોચની બે ટીમો વચ્ચે રમાશે
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
