News of Monday, 8th September 2025
એશિયા કપ 2025: ભારત-પાકિસ્તાન મેચમાં કોણ હશે અમ્પાયર? : ACCએ સંપૂર્ણ લિસ્ટ જાહેર કર્યું
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ સોમવારે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી: જુઓ સંપૂર્ણ યાદી

એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ કલાકો જ બાકી છે. ટુર્નામેન્ટની 17મી સીઝન 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટ ત્રીજી વખત T20 ફોર્મેટમાં રમાશે. મંગળવારે પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ હોંગકોંગ સામે ટકરાશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયા કપ 2025ની પોતાની પહેલી મેચમાં, ભારતીય ટીમ UAE સામે ટકરાશે. આ પછી, ટીમ ઈન્ડિયા 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. બંને દેશો અને વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ આ મહામુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો આ મેચ સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત જાણવા માંગે છે. દરમિયાન, ચાલો જાણીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અમ્પાયર કોણ હશે.
એશિયા કપ T20 માટે અનુભવી મેચ રેફરી રિચી રિચાર્ડસન અને એન્ડી પાયક્રોફ્ટ અધિકારીઓની પેનલનું નેતૃત્વ કરશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ સોમવારે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી.
અમ્પાયરિંગ લાઇન-અપમાં ભારતના વીરેન્દ્ર શર્મા અને રોહન પંડિત, શ્રીલંકાના રવિન્દ્ર વિમલસિરી અને રુચિરા પલ્લીયાગુરુગે, અફઘાનિસ્તાનના અહેમદ પકતીન અને ઇઝતુલ્લાહ સફી, પાકિસ્તાનના આસિફ યાકુબ અને ફૈઝલ આફ્રિદી અને બાંગ્લાદેશના ગાઝી સોહેલ અને મસુદુર રહેમાનનો સમાવેશ થાય છે.
14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ માટે એન્ડી પાયક્રોફ્ટને મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રુચિરા પલ્લીયાગુરુગે અને મસુદુર રહેમાનને આ હાઇ-વોલ્ટેજ મેચ માટે ઓન-ફિલ્ડ અમ્પાયર બનાવવામાં આવ્યા છે.
એશિયા કપ મેચ રેફરી: રિચી રિચાર્ડસન: એન્ડી પાયક્રોફ્ટ
એશિયા કપ અમ્પાયર્સ: વિરેન્દ્ર શર્મા (ભારત)રોહન પંડિત (ભારત)રવેન્દર વિમલાસિરી (શ્રીલંકા)રૂચિરા પલ્લિયાગુરુગે (શ્રીલંકા)અહેમદ પકતીન (અફઘાનિસ્તાન)ઇઝાતુલ્લા સફી (અફઘાનિસ્તાન)આસિફ યાકુબ (પાકિસ્તાન) ફૈઝલ આફ્રિદી (પાકિસ્તાન)ગાઝી સોહેલ (બાંગ્લાદેશ) મસુદુર રહેમાન (બાંગ્લાદેશ)
ભારત vs પાકિસ્તાન :મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ: મેદાન પરના અમ્પાયરો: રૂચિરા પલિયાગુરુગે, મસુદુર રહેમાન
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
