તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૩, સોમવાર
News of Thursday, 11th September 2025
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈચ્છે તો પણ નથી રમી શકતા આ ગેમ, બીસીસીઆઈએએ મૂક્યો છે પ્રતિબંધ
રિંકુ સિંઘે રાજ શમાનીના પોડકાસ્ટમાં બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ અને પોતાના ડર વિશે રસપ્રદ ખુલાસા કરતાં કહ્યું તેમ કે ઊંચાઈ, પાણી અને ફલાઇટથી ડર લાગે છે

નવી દિલ્હીઃ રિંકુએ ખુલાસો કર્યો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના કોન્ટ્રાક્ટમાં ખેલાડીઓ માટે કેટલીક ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બીસીસીઆઈ ખેલાડીઓને એડવેન્ચર ગેમ્સમાં ભાગ લેવાની મનાઈ કરે છે. રિંકુએ કહ્યું, મેં ક્યારેય સ્કાય ડાઇવિંગ કરી નથી, મને ઊંચાઈથી ડર લાગે છે. બીસીસીઆઈ પણ આ માટે મનાઈ કરે છે. કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે તમે સ્કાય ડાઇવિંગ નહીં કરી શકો, કારણ કે તેમાં ઈજાનું જોખમ રહે છે. જોકે, રિંકુએ આ સ્પષ્ટ ન કર્યું કે આ નિયમ માત્ર આંતરરાષ્ટ્રીય ટૂર દરમિયાન લાગુ પડે છે કે ખેલાડીઓની રજાઓ દરમિયાન પણ.
રિંકુએ પોતાના ડર વિશે ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે તેમને ઊંચાઈ, પાણી અને ફલાઇટથી ખૂબ ડર લાગે છે. તેમણે ૨૦૨૩માં માલદીવની મુલાકાતનો એક કિસ્સો શેર કર્યો, હું માલદીવમાં સ્કૂબા ડાઇવિંગ માટે ગયો હતો, પરંતુ ડરના કારણે હું પાણીની અંદર ન જઈ શક્યો. મારા મિત્રોએ સમુદ્રની દુનિયા જોઈ લીધી, પણ હું ઉપર તરતો રહ્યો અને નાની માછલીઓ જોતો રહ્યો. મને શાર્કથી ડર લાગે છે, એવું લાગે છે કે ચારે બાજુથી શાર્ક આવી જશે.
ફલાઇટના ડર વિશે રિંકુએ એક રમૂજી કિસ્સો શેર કર્યો, ૨૦૧૮માં હું હૈદરાબાદ જતો હતો. ફલાઇટ ૫-૬ સેકન્ડ માટે નીચે ગઈ, અને હું ‘મમ્મી-મમ્મી' ચીસો પાડવા લાગ્યો. થોડું ફલાઇટ હલે તો મને પરસેવો વળી જાય છે. તેમણે વધુમાં કહ્યું, એકવાર અમે દિલીપ ટ્રોફી રમીને બેંગલુરુથી દિલ્હી આવતા હતા, ફલાઇટ અચાનક ખૂબ ઉપર ગઈ અને અમે ફલાઇટની છત સાથે અથડાયા. હું બસ એટલું જ વિચારું છું કે ફલાઇટ ટેકઓફ થઈને લેન્ડ થઈ જાય
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
