<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ભારત-પાક. મેચની ટિકિટ વેચવામાં ફાંફા! ૫૦% પણ ન વેચાઇ

 

નવી દિલ્‍હીઃ ભારત વિ.પાકિસ્‍તાનની મેચના ઇતિહાસમાં આ પહેલી વખત બન્‍યું છે જ્‍યારે હજુ સુધી ટિકિટ અનસોલ્‍ડ રહી છે. કેમ કે, આ મેચનો ક્રેઝ ખૂબ વધુ હોય છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, લગભગ ૫૦ ટકા ટિકિટ અનસોલ્‍ડ છે. આનું કારણ બોયકોટ હોઈ શકે છે. લોકો એવું બતાવવા માંગતા હોય કે તેઓ નથી ઇચ્‍છતા કે, ભારત વિ. પાકિસ્‍તાનની મેચ યોજાય.

આ બોયકોટનું કારણ પહેલગામ આતંકવાદી હુમલો હોઈ શકે છે જેમાં ૨૬ લોકોના મૃત્‍યુ થયા હતા. ત્‍યાર બાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર પણ કર્યું હતું. જેમાં એર સ્‍ટ્રાઈક અને ડ્રોન અટેકથી પાકિસ્‍તાનને ખૂબ નુકશાન પણ કર્યું હતું

(11:06 AM IST)