<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ક્રિકેટનો જંગ! મેદાન પર ઘર્ષણ!: PAK ની બોલરે હરમનપ્રીત કૌરને બતાવ્યા 'તેવર', ગુસ્સામાં ભારતીય કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ!

મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતે મોટી સફળતા મેળવી છે. જોકે, આ ઘટનાએ બંને દેશોના ખેલાડીઓ વચ્ચેના તીવ્ર સ્પર્ધાત્મક માહોલને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

૦૬ ઓક્ટોબર ૨૦૨૫: મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર રમત નહીં, પણ ભારે તણાવનો અખાડો બની ગઈ હતી. ભારતે પાકિસ્તાનને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન જમાવ્યું, પરંતુ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની બોલર નશરા સંધુ વચ્ચેના શાબ્દિક યુદ્ધે બધાનું ધ્યાન ખેંચ્યું.

શું થયું મેદાન પર?
ઘટના ભારતીય ઇનિંગ્સની ૨૨મી ઓવરના છેલ્લા બોલ પર બની. પાકિસ્તાનની બોલર નશરા સંધુએ બોલ ફેંક્યા પછી તરત જ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પોતાની તરફ ગુસ્સામાં જોયું અને આક્રમક 'તેવર' બતાવ્યા. તે સ્પષ્ટપણે ભારતીય કેપ્ટનને ઘૂરતી જોવા મળી હતી.

હરમનપ્રીતનો 'જડબાતોડ' જવાબ:
પાકિસ્તાની બોલરના આ વલણથી હરમનપ્રીત કૌર ભડકી ઉઠી હતી. ગુસ્સામાં તેણે તુરંત જ મોંમાંથી અપશબ્દ સાથે જડબાતોડ જવાબ આપ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મેચમાં પાકિસ્તાનને હરાવીને ભારતે મોટી સફળતા મેળવી છે. જોકે, આ ઘટનાએ બંને દેશોના ખેલાડીઓ વચ્ચેના તીવ્ર સ્પર્ધાત્મક માહોલને ફરી એકવાર ઉજાગર કર્યો છે.

 

(4:33 PM IST)