<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

નવેમ્બરમાં ભારતની મુલાકાતે નહીં આવે ફૂટબોલર લિયોનેલ મેસ્સી : મૈત્રીપૂર્ણ મેચ મુલતવી રાખવામાં આવી

નવી દિલ્હી: લિયોનેલ મેસ્સી અને તેની આર્જેન્ટિના ટીમ નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે નહીં. ભારતમાં તેમની બહુપ્રતિક્ષિત મેચ મુલતવી રાખવામાં આવી છે. પહેલા આ ફ્રેન્ડલી મેચ 17 નવેમ્બરના રોજ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે આ મેચ FIFA ની આગામી આંતરરાષ્ટ્રીય મેચ વિન્ડો દરમિયાન યોજાશે. મેચના પ્રાયોજક રિપોર્ટર બ્રોડકાસ્ટિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એન્ટો ઓગસ્ટિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. કેરળના ઉદ્યોગપતિ અને એમરાજ ગ્રુપ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર એન્ટો ઓગસ્ટિને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંગઠન FIFA તરફથી પરવાનગી મેળવવામાં વિલંબ થવાને કારણે મેચ મુલતવી રાખવામાં આવી છે.આ સાથે, ઓગસ્ટિને સંકેત આપ્યો છે કે કેરળમાં યોજાનારી મેચ આગામી આંતરરાષ્ટ્રીય વિન્ડો માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(5:42 PM IST)