News of Monday, 27th October 2025
વનડે ક્રિકેટમાં 'રન મશીન' મિતાલીનો દબદબો; સર્વાધિક રનનો રેકોર્ડ હજી પણ ભારતીય કેપ્ટનના નામે

મહિલા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ હજી પણ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજના નામે અકબંધ છે. મિતાલી રાજે ૨૩૨ વન-ડે મેચોમાં ૭૮૦૫ રન બનાવ્યા છે. તેના નામે ૭ સદી અને સૌથી વધુ ૫૦થી વધુનો સ્કોર નોંધાવવાનો રેકોર્ડ છે.
ટોચના પાંચ બેટ્સમેનોની યાદીમાં મિતાલી રાજ પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સ (૫૯૯૨ રન), ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (૫૯૩૬ રન), વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલર (૫૮૭૩ રન) અને ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના (૫૨૧૯ રન) નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે ટોચના પાંચ બેટ્સમેનોમાં બે ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. વન-ડેમાં ૫૦થી વધુ સરેરાશ ધરાવતી મિતાલી રાજ એકમાત્ર બેટ્સમેન છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
