News of Thursday, 30th October 2025
સૂર્યકુમારની ટી-ર૦ ના ટોપ-પ સીકસ હિટરમાં એન્ટ્રીઃ રોહિત ટોચ ઉપર
ઓસ્ટ્રેલિયા સામેની મેચ ધોવાઈ ગયેલ મેચમાં સ્કાયે રેકોર્ડ બનાવ્યો

કેનબેરાઃ ગઇ કાલે બુધવારે ં મનુકા ઓવલ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદને કારણે અનિર્ણીત રહી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની ઇનિંગ્સ ૩૯ રન પર જ અટકી ગઈ હતી, પરંતુ તેણે વરસાદને લીધે ધોવાઈ ગયેલી આ મેચમાં પણ એક મોટી સિદ્ધિ મેળવી લીધી હતી.
સૂર્યકુમાર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫૦ સિક્સર ફટકારનારો રોહિત શર્મા પછીનો બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી આ બન્ને દિગ્ગજ પછી ત્રીજા નંબરે છે.
રોહિત શર્મા ટી-૨૦ માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે તેની કુલ ૨૦૫ સિક્સર આ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં વિશ્વવિક્રમ છે. સૂર્યકુમારે બુધવારની મેચમાં બે સિક્સર ફટકારી હતી જેમાંની બીજી સિક્સર ૧૫૦મી હતી. ભારતીયોમાં રોહિત ૨૦૫ સિક્સર સાથે પ્રથમ, સૂર્યા (૧૫૦) બીજા નંબરે અને વિરાટ કોહલી (૧૨૪) ત્રીજા નંબરે છે. વિરાટ પણ રોહિતની જેમ ટી-૨૦ ઇન્ટરનેશનલ છોડી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલ (૯૯)ને ૧૦૦ સિક્સરના જાદુઈ આંકડા સુધી પહોંચવા એક અને હાર્દિક પંડ્યા (૯૬)ને ચાર છગ્ગાની જરૂર છે.
ટી-૨૦ના ટોચના પાંચ સિક્સ-હિટર્સ માં, રોહિત શર્મા, ભારત, ૧૫૧ ઇનિંગ્સમાં ૨૦૫ સિક્સર,મુહમ્મદ વસીમ, યુએઇ, ૯૧ ઇનિંગ્સમાં ૧૮૭ સિક્સર,માર્ટિન ગપ્ટિલ, ન્યૂ ઝીલેન્ડ, ૧૧૮ ઇનિંગ્સમાં ૧૭૩ સિક્સર, જોસ બટલર, ઇંગ્લેન્ડ, ૧૩૨ ઇનિંગ્સમાં ૧૭૨ સિક્સર તથા સૂર્યકુમાર યાદવ, ભારત, ૮૬ ઇનિંગ્સમાં ૧૫૦ સિક્સર ફટકારી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
