News of Sunday, 2nd November 2025
ઈતિહાસ રચશે મહિલા ક્રિકેટ: પુરુષો કરતાં પણ વધુ પ્રાઈઝ મની! ફાઈનલમાં ભારત vs સાઉથ આફ્રિકા ટકરાશે
વિજેતા ટીમને મળશે રૂ.40 કરોડ! ICCનો ઐતિહાસિક નિર્ણય: પુરુષ અને મહિલા વર્લ્ડ કપની પ્રાઇઝ મની સમાન

મુંબઈ: 2025નું ICC મહિલા વનડે વર્લ્ડકપ માત્ર ખિતાબ માટે જ નહીં, પરંતુ ઈનામી રકમની દ્રષ્ટિએ પણ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે! ભારતની 'વુમન ઇન બ્લુ' અને સાઉથ આફ્રિકાની ટીમ મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્ટેડિયમમાં ફાઇનલમાં ટકરાશે.
સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 125 રને હરાવી સાઉથ આફ્રિકાએ પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલનો જંગ જામ્યો છે. બંને ટીમો પોતાના પ્રથમ વર્લ્ડ કપ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.
આ વર્ષના મહિલા વર્લ્ડ કપની કુલ પ્રાઇઝ મની રૂ.116 કરોડ રાખવામાં આવી છે, જે 2022માં રમાયેલી ટૂર્નામેન્ટ (રૂ.29 કરોડ) કરતાં લગભગ 3 ગણી વધારે છે. રૂ.
સૌથી મોટી અને આનંદની વાત એ છે કે ICCએ જેન્ડર ઇક્વલિટી (લિંગ સમાનતા) તરફ મોટું પગલું ભરતાં પુરુષ અને મહિલા વર્લ્ડ કપની પ્રાઇઝ મની સમાન કરી દીધી છે! આ રકમ તો 2023ના મેન્સ વર્લ્ડ કપની કુલ ઇનામી રકમ (રૂ.84 કરોડ) કરતાં પણ વધારે છે!
સ્થાન અંદાજિત પ્રાઇઝ મની વિજેતા ટીમ (ચેમ્પિયન) રૂ.40 કરોડ, રનર-અપ ટીમ રૂ.20 કરોડ
આ નિર્ણય મહિલા ક્રિકેટમાં રોકાણ અને સન્માનની નવી ઊંચાઈ દર્શાવે છે. કરોડોની ઇનામી રકમની ચમક સાથે હવે ભારત અને સાઉથ આફ્રિકાની ખેલાડીઓ મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
