તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 15th November 2025
આઈપીએલ 2026 માટે ખેલાડીઓના રીટેન્શનનો આજે છેલ્લો દિવસ : તમામ 10 ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રીટેન અને રીલીઝ ખેલાડીઓની અંતિમ લિસ્ટ જમા કરાવવાની રહેશે
આઈપીએલ 2026ની મિની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે : મિની હરાજી હોવાને કારણે ટીમો પોતાનું ટીમ બેલેન્સ જાળવી રાખવા માટે વધુમાં વધુ ખેલાડીઓને રીટેન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

નવી દિલ્હી તા.૧૫
આઈપીએલ 2026 (IPL 2026) માટે ખેલાડીઓના રીટેન્શનનો આજે છેલ્લો દિવસ આવી ગયો છે. તમામ 10 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝીઓએ શનિવાર, 15 નવેમ્બર સુધીમાં તેમના રીટેન અને રીલીઝ ખેલાડીઓની અંતિમ લિસ્ટ જમા કરાવવાની રહેશે. હવે જોવું રસપ્રદ રહેશે કે ટીમો કેટલા ખેલાડીઓને રીટેન કરે છે અને કેટલા પ્લેયરોને બહારનો રસ્તો બતાવે છે. આજે ઘણા ખેલાડીઓના ભાવિનો નિર્ણય થશે અને એ જોવું રસપ્રદ રહેશે કે હરાજીમાં કોને પાછા લાવવામાં આવશે. મહત્વનું છે કે રીટેન્શનની સમયમર્યાદા પહેલા જ 10 ખેલાડીઓનો ટ્રેડ કરવામાં આવી ચૂક્યો છે.
આઈપીએલ 2026 પહેલા બ્લોકબસ્ટર ટ્રેડ ડીલ
ખેલાડીઓના ટ્રેડમાં સંજુ સેમસન અને રવીન્દ્ર જાડેજાની સૌથી મોટી ડીલ સામેલ છે. પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ પાસેથી સંજુ સેમસનને ખરીદ્યો. જ્યારે રાજસ્થાન રોયલ્સે રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને ટ્રેડ કર્યા. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સે પણ ટ્રેડ દ્વારા તેમના સ્ક્વોડમાં 3 ખેલાડીઓ ઉમેર્યા છે, જેમાં શાર્દુલ ઠાકુર, રધરફોર્ડ અને માર્કંડેનો સમાવેશ થાય છે.
આઈપીએલ 2026 મિની હરાજી ક્યાં યોજાશે
આઈપીએલ 2026ની મિની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. મિની હરાજી હોવાને કારણે ટીમો પોતાનું ટીમ બેલેન્સ જાળવી રાખવા માટે વધુમાં વધુ ખેલાડીઓને રીટેન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એક ટીમમાં મહત્તમ 25 ખેલાડીઓ હોઈ શકે છે. ટીમ માટે કુલ મેચ ફીસ 120 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે.
સૂચિની જાહેરાત કર્યા પછી પણ ટીમો ટ્રેડ કરી શકે છે. આઈપીએલ 2025ના ફાઇનલના એક દિવસ પછી 4 જૂને ખુલેલી ટ્રેડિંગ વિન્ડો આઈપીએલ હરાજીના એક સપ્તાહ પહેલા સુધી ખુલ્લી રહેશે.
રીટેન્શનનું લાઈવ પ્રસારણ ક્યારે અને ક્યાં જોવું
આઈપીએલ 2026 રીટેન્શનની જાહેરાત શનિવાર, 15 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે થશે. ફેન્સ આઈપીએલ 2026 રીટેન્શનનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકે છે. આઈપીએલ 2026 રીટેન્શનને જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
