News of Friday, 21st November 2025
સમઝો હો હી ગયા...સ્મૃતિ અને પલાશના લગ્ન?
સ્મૃતિ માંધાના તેના હાથની રીંગ બતાવીને કંઇક ઇશારો કરે છે.

વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર સ્મૃતિ માન્ધયનાએ એક વિડિયો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા હતા. આ વિડિયોમાં તેણે સંગીતકાર અને ડિરેક્ટર પલાશ મુચ્છલ સાથેના પોતાના એન્ગેજમેન્ટની ઓફિશ્યલ જીહેરાત કરી હતી, પણ આ જાહેરાત એટલી મજેદાર અને મસ્તીભર્યા અંદાજમાં કરી કે આખો દિવસ ક્રિકેટફેન્સ અને નેટીઝન્સને ચર્ચાનો ચટાકેદાર મસાલો મળી ગયો હતો. લોકો તેને જાહેરમા ‘પર્સનલી વિશ' કરવા લાગ્યા હતા અને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા.
આ વિડિયોમાં જેમિજા રોડ્રિગ્સ, શ્રેયાંકા પાટીલ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી સાથે હળવા મૂડમાં સ્મૃતિ નાચી રહી છે. વિડિયોમાં ‘લગે રહો મુન્નાભાઇ'ના ‘સમઝો હો હી ગયા' ગીત પર ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમની આ સ્ટાર ખેલાડીઓ ડાન્સ કરે છે અને વિડિયો સ્મૃતિ માન્ધનાને કેન્દ્રમાં રાખીને શૂટ કરવામાં આવ્યો છે. વિડિયોમાં છેલ્લે સ્મૃતિ તેના હાથની રિંગ બતાવીને સાંકેતિક રીતે એન્ગેજમેન્ટ ડિક્લેર કરે છે,‘સમઝો હો હી ગયા'.
સ્મૃતિ અને પલાશ ૨૩ નવેમ્બરે સાંગલીમાં લગ્ન કરશે એવા રિપોર્ટ છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
