<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતની દીકરીઓનો ડંકો: ચાર મહિલા બોક્સરોએ ગોલ્ડ મેડલ જીત્યા

ગ્રેટર નોઈડામાં યોજાયેલા વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રકો પોતાના નામે કર્યા છે.

ભારતીય મહિલા બોક્સરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે. ગ્રેટર નોઈડા ખાતે રમાયેલી વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં અરુંધતી ચૌધરી, પ્રીતિ પવાર, મીનાક્ષી હુડા અને નુપુર શ્યોરાણે પોતપોતાની વજન કેટેગરીમાં વિરોધીઓને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ જીત સાથે ભારતે બોક્સિંગમાં પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે અને આગામી સ્પર્ધાઓ માટે પણ આશા જગાવી છે. રમતગમત મંત્રીએ તમામ વિજેતા ખેલાડીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા.

 

(10:10 AM IST)