તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Friday, 5th December 2025
ગંભીર સાથે સહમત, દરેક ફોર્મેટમાં ઓલરાઉન્ડર જરૂરીઃ કાલીસ

નવી દિલ્હીઃ ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર લાંબા સમયથી બધા ફોર્મેટમાં ઓલરાઉન્ડર પર આધાર રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યો છે. જોકે અત્યાર સુધીના સૌથી મહાન ઓલરાઉન્ડર જેક કેલિસે આ બાબતે તેને ટેકો આપ્યો છે.
સાઉથ આફ્રિકાનો આ ભુતપૂર્વ ઓલરાઉન્ડર કહે છે, હું ગૌતમ ગંભીરના વિચાર સાથે ૧૦૦ ટકા સહમત છું. ઓલરાઉન્ડર તમારી ટીમને સંતુલન આપે છે. તે તમને ખૂબ ઊંડાણપૂર્વક બેટિગ કરવામાં મદદ કરે છે અને રમતની મધ્યમાં થોડા વધુ આક્રમક રીતે રમી શકે છે. મને લાગે છે કે ઓલરાઉન્ડર કોઈ પણ હોર્મેટમાં ખરેખર મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
