<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ભારતે ત્રીજી વનડેમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું:ટીમ ઇન્ડિયાએ 2-1થી સીરિઝ જીતી લીધી

યશસ્વી જયસ્વાલે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી:રોહિત શર્માએ 75 રન અને કોહલીએ 65* રન ફટકાર્યા: કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી.

ભારતે સાઉથ આફ્રિકાને ત્રીજી વન-ડેમાં 9 વિકેટથી હરાવ્યું છે. ટીમે 271 રનનો ટાર્ગેટ 39.5ઓવરમાં જ ચેઝ કરી લીધો હતોભારત તરફથી યશસ્વી જયસ્વાલે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી. તેણે 116* રન ફટકાર્યા. રોહિત શર્માએ 75 રન બનાવ્યા. તો વિરાટ કોહલીએ 65* રન ફટકાર્યા હતા .

વિશાખાપટ્ટનમ YS રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીત્યો અને બોલિંગ કરવાનું પસંદ કર્યું. સાઉથ આફ્રિકા 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઈન્ડિયન ટીમ તરફથી કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી. સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 106 રનની ઇનિંગ્સ રમી. તેણે ભારત સામે સાતમી સદી ફટકારી. તો કેપ્ટન ટેમ્બા બાવુમાએ 48 રન બનાવ્યા.

રોહિત શર્માના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન પૂરા થઈ ગયા છે. તે આવું કરનારા ભારતનો ચોથો બેટર બન્યો છે. તેની પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે


 

(8:56 PM IST)