News of Friday, 12th December 2025
સૂર્યા - ગિલ ફરી ફલોપ, તિલકની લડાયક ઇનિંગ
હારનું મુખ્ય કારણ નબળી બોલીંગ, બૅટીંગ : ગંભીરના પ્રયોગો ફરી નડયા, ફરી સવાલો ઉઠયા

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-ર૦ મેચમાં પ૧ રનથી કારમી હારનો સામનો કરવો પડયો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ર૧૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર ૧૯.૧ ઓવરમાં ૧૬ર રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતની આ હાર પાછળ નબળી બેટીંગ, બોલિંગની ખામીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવેલા આヘર્યજનક પ્રયોગો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
રનચેઝમાં ભારતીય ટીમના બે મુખ્ય સ્ટાર બેટસમેનોનું સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. વાઇસ કેપ્ટન શુભમન ગિલ પોતાનું ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર પ રન બનાવીને આઉટ થયો. આ બન્ને ખેલાડીઓ કટકમાં રમાયેલી પ્રથમ ટી-ર૦ માં ફલોપ રહ્યા હતા.
કોચ ગૌતમ ગંભીરના કેટલાક બેટીંગ ઓર્ડરના નિર્ણયોએ મેચમાં મોટો ફરક પાડયો. શુભમન ગિલ આઉટ થયા બાદ ગંભીરે અક્ષર પટેલને ત્રીજા ક્રમે મોકલ્યો. જે ખૂબ જ આヘર્યજનક નિર્ણય હતો. અક્ષર પટેલ ર૧ બોલનો સામનો કરીને માત્ર ર૧ રન બનાવી શકયો. તેની આ ધીમી ઇનિંગે જરૂરી રન રેટ વધાર્યો અને ભારતીય ટીમ પર દબાણ વધાર્યું.
ઓલરાઉન્ડર શિવમ દુબેને આઠમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો. જયારે મેચ લગભગ હાથમાંથી નીકળી ગઇ હતી (૧૮મી ઓવરમાં) જો શિવમ દુબેને શરૂઆતમાં મોકલવામાં આવ્યો હોત તો મેચનું પરિણામ કદાચ અલગ હોત.
ભારતીય બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યુ. દક્ષિણ આફ્રિકન ઇનિંગ્સની છેલ્લી ત્રણ ઓવરમાં જ ભારતી બોલરોએ ૪૯ રન આપ્યા. જેના કારણે વિપક્ષી ટીમ ર૧૩ ના વિશાળ સ્કોર સુધી પહોંચી શકી. સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે પ૪ રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં. જસપ્રીત બુમરાહે પણ ૪ ઓવરમાં ૪પ રન આપીને નિરાશ કર્યા.
ટીમની હાર વચ્ચે યુવા બેટર તિલક વર્માએ ૬ર રનની લડાયક ઇનિંગ રમીને ભારતને મોટી હારના માર્જિનથી બચાવ્યું હતું. આગામી ર૦ર૬ ટી-ર૦ વર્લ્ડ કપને હવે વધુ સમય બાકી નથી ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટના આ પ્રકારના બિનજરૂરી પ્રયોગો ટીમના સંતુલન અને તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
