<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં પંત, બુમરાહ અને હાર્દીકને ચાન્સ નહી મળે?

નવી દિલ્હી : બીસીસીઆઇ ટૂંક સમયમાં જ ન્યુઝીલેન્ડ સામે ૩ મેચની વન ડે સીરિઝ માટે ભારતની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરશે. રોહિત અને વિરાટ ઉપરાંત ટી૨૦ ટીમમાંથી બહાર કરવામાં આવેલા ભારત વન-ડે શુભમન ગિલ આ સીરિઝમાં કેપ્ટન હશે. શુભમન ગિલ આ પહેલા વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમશે અને પછી ન્યુઝીલેન્ડ સામ વન-ડે સિરીઝમાં કેપ્ટનશિપ સંભાળશે. એવું પણ બની શકે કે અમુક સ્ટાર પ્લેયર્સ આ સિરિઝમાં સ્થાન નહિ મેળવે.

વિકેટ કીપર અને બેટર રિષભ પંતને વન-ડે ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. પંતે ૨૦૨૪ પાછું ભારત માટે એકપણ વન-ડે મેચ રમી નથી. ઈંગ્લેન્ડ અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ તે બેન્ચ પર હતો. હાર્દિક પંડયા એકદમ ફિટ છે અને રમવા માટે પણ અવેલેબલ છે. પણ સંભાવના છે કે તેમને વન-ડેમાં આરામ આપવામાં આવશે જેના લીધે તેનો વર્કલોડ મેનેજ કરી શકાય. કારણ કે ભારતે પાંચ મેચની ટી૨૦ સીરિઝ પઆન રમવાની છે. ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ હાર્દિક પંડયાને સમજીને મેદાનમાં ઉતારવા પડશે. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક પણ વનડે મેચ રમી નહોતી અને બીસીસીઆઇએ તેને વર્કલોડ મેનેજમેન્ટ અંતગર્ત  વન-ડેમાંથી આરામ આપ્યો છે. એવામાં સંભાવના છે કે તે ન્યુઝીલેન્ડ સામે ૩ મેચની સીરિઝ નહિ રમે. જો કે બુમરાહ ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની ટી૨૦ સીરિઝ જરૃર રમશે કારણ કે ટી૨૦ વર્લ્ડકપ  પહેલા આ ભારતની છેલ્લી મેચ હશે. ન્યુઝીલેન્ડ સામે સંભવિત ભારતીય વન-ડે ટીમ ઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર/તિલક વર્મા, રૃતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત/ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા/અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ/-સિધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ.

(3:30 PM IST)