News of Wednesday, 7th January 2026
ભારત મેચ રમવા આવો અથવા પોઈન્ટ ગુમાવો
ICCની બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સ્પષ્ટ વાતઃ બાંગ્લાદેશે ભારતમાં જ રમવા પડશે વર્લ્ડ કપના મેચો : ICCએ સ્થળ બદલવાની માંગણી કચરા ટોપલીમાં ફેંકીઃ વિવાદ વધુ ઘેરો બનવાના એંધાણ

નવી દિલ્હી, તા.૭: ICC અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલી વર્ચ્યુઅલ મીટિંગ બાદ ૨૦૨૬ T૨૦ વર્લ્ડ કપને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ESPN-Cricinfoના અહેવાલ મુજબ, ICCએ BCBને સ્પષ્ટપણે કહ્યું હતું કે સુરક્ષા ચિંતાઓને કારણે બાંગ્લાદેશની મેચોને ભારતની બહાર ખસેડવાની તેની વિનંતીને નકારી કાઢવામાં આવે છે. ESPN-Cricinfoના અહેવાલ મુજબ, ICCએ એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશે રમવા માટે ભારત જવું પડશે, નહીં તો પોઈન્ટ ગુમાવવાનો સામનો કરવો પડશે. લીગ તબક્કા દરમિયાન બાંગ્લાદેશ ભારતમાં ચાર મેચ રમવાનું હતું.જોકે, બીસીબીએ આવા કોઈપણ અલ્ટીમેટમનો ઇનકાર કર્યો છે. બોર્ડનું કહેવું છે કે આઈસીસી તરફથી ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો એવો કોઈ સંદેશ નહોતો. રસપ્રદ વાત એ છે કે, મીટિંગ પછી બીસીસીઆઈ કે બીસીબીએ કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું ન હતું, જેનાથી મૂંઝવણમાં વધારો થયો.
ICC એ ૨૦૨૬ T૨૦ વર્લ્ડ કપ માટે સ્થળ બદલવાની બાંગ્લાદેશની વિનંતીને નકારી કાઢી છે. સુરક્ષા ચિંતાઓને ટાંકીને, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ વિનંતી કરી હતી કે તેની મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં આવે. જોકે, ICC એ સ્પષ્ટપણે કહ્યું છે કે બાંગ્લાદેશને ટુર્નામેન્ટ રમવા માટે ભારત જવું પડશે. આમ કરવામાં નિષ્ફળતાથી વધુ પોઈન્ટ ગુમાવવા પડશે.
ESPNcricinfo ના અહેવાલ મુજબ, ICC અને BCB અધિકારીઓ વચ્ચે મંગળવારે એક વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં, ICC એ સ્પષ્ટ કર્યું કે મેચોના સ્થળોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ICC એ BCB ને સ્પષ્ટપણે કહ્યું છે કે બાંગ્લાદેશની સિનિયર પુરુષ ટીમે તેની સુનિヘતિ મેચો રમવા માટે ભારતનો પ્રવાસ કરવો જ જોઇએ. આમ કરવામાં નિષ્ફળતાથી પોઈન્ટ ગુમાવવા પડશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ રવિવાર, ૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ICC ને એક ઔપચારિક પત્ર લખીને તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી. બીસીબીએ સુરક્ષા ચિંતાઓનું કારણ આપ્યું.
જોકે, આઈસીસીએ ભારતમાં સુરક્ષા અંગે કોઈ શંકા વ્યક્ત કરી ન હતી અને સ્થળ બદલવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં, બંને બોર્ડે આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
આ દરમિયાન, આઈપીએલ ટીમ કેકેઆરએ તાજેતરમાં બીસીસીઆઈના કહેવાથી બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કર્યો હતો. બીસીસીઆઈએ સ્થાનિક વિરોધને કારણે આ નિર્ણય લીધો હતો, જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોને લઈને ભારતીય નાગરિકોમાં ગુસ્સો હતો.
એ જ રીતે, જ્યારે રહેમાનને આઈપીએલમાં ૯ કરોડ રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવ્યો ત્યારે વિરોધ થયો હતો. જ્યારે બીસીસીઆઈએ રહેમાનને મુક્ત કર્યો, ત્યારે બાંગ્લાદેશ સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો.
આ પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ૭ ફેબ્રુઆરીથી શરૂ થતા ૨૦૨૬ ટી૨૦ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે આઈસીસી તેની મેચો ભારતથી શ્રીલંકામાં સ્થાનાંતરિત કરે. બાંગ્લાદેશે આઈપીએલના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકયો હતો, પરંતુ આઈસીસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે ભારત આવવું જ જોઈએ.
૨૦ ટીમોનો આ વ્૨૦ વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે. બાંગ્લાદેશ ગ્રુપ ઘ્માં છે અને તેની પહેલી ત્રણ મેચ કોલકાતામાં યોજાવાની છે, ૭ ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે, ૯ ફેબ્રુઆરીએ ઈટાલી સામે અને ૧૪ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ ૧૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
