News of Monday, 12th January 2026
હર્ષિત રાણા બેટીંગમાં ચમક્યો, રાહુલ બન્યો સંકટ મોચક
હવે બુધવારે રાજકોટમાં બીજો વન-ડેઃ ટીમ ઈન્ડિયા સિરીઝ જીતવા આતુર : વિરાટની ૭૭મી ફીફટી, ગિલે પણ ૫૬ ફટકાર્યા, ભારતે ૩૦૧ રનનો ટાર્ગેટ ૬ વિકેટે હાંસલ કર્યો

નવી દિલ્હીઃ ભારતે વર્ષ ૨૦૨૬ની શરૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૪ વિકેટે વિજય મેળવીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૩૦૦ રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારતે ૬ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ૯૩ રનની શાનદાર ઇનિગ રમી હતી. જો કે, કોહલી સદી ચૂકી ગયો હતો અને તેના આઉટ થતાની સાથે જ થોડીવાર માટે મેચનું પાસું પલટાઈ ગયું હતું. ભારતે માત્ર ૭ બોલની અંદર ૩ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ સંકટમોચક બનેલા કે.એલ. રાહુલ અને હર્ષિત રાણા વચ્ચે ૩૭ રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. હર્ષિત ૨૯ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ રાહુલે અંત સુધી અણનમ રહીને શાનદાર સિક્સર સાથે ભારતને જીત અપાવી હતી.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ વર્ષ ૨૦૨૬ની શરૂઆત પણ ધમાકેદાર અંદાજમાં કરી છે. વિરાટ ભલે સદી ચૂકી ગયા, પરંતુ તેમની ૯૩ રનની ઇનિગ ભારત માટે ખૂબ જ કિમતી સાબિત થઈ. તેમણે વનડે ઇન્ટરનેશનલમાં પોતાની ૭૭મી અડધી સદી ફટકારી. રસપ્રદ વાત એ છે કે કોહલી છેલ્લા ૫ દાવથી સતત ૫૦ૅ સ્કોર કરી રહ્યા છે.
વિરાટ કોહલી સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ ૭૧ બોલમાં ૫૬ રનનું યોગદાન આપ્યું હતું. લાંબા સમય પછી વાપસી કરી રહેલા શ્રેયસ અય્યરે ૪૯ રનની ઝડપી ઇનિગ રમી હતી, જો કે બન્ને મેચના મહત્વના સમયે આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ કેએલ રાહુલે મોરચો સંભાળ્યો અને ૨૯ રનની મહત્વની ઇનિગ રમીને સાબિત કરી દીધું કે શા માટે તેમને ટીમ ઈન્ડિયાના 'સંકટમોચક' કહેવામાં આવે છે.
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલિગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિગ કરતા સ્કોરબોર્ડ પર ૩૦૦ રન બનાવ્યા હતા. શરૂઆતમાં ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સ વચ્ચે ૧૧૭ રનની પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ બન્નેના આઉટ થતા જ 'બ્લેક કેપ્સ'ની ઇનિગ વેરવિખેર થઈ ગઈ હતી.
જો કે, સ્ટાર બેટ્સમેન ડેરેલ મિશેલે અનુભવ બતાવતા ૮૪ રનની શાનદાર ઇનિગ રમી અને ન્યુઝીલેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધું. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવને એક સફળતા મળી, જ્યારે લાંબા સમય પછી વન-ડેમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યા નહીં.
હવે સિરીઝનો બીજો વન-ડે ૧૪મીએ રાજકોટમાં રમાનાર છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
