<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

વન-ડે રેન્‍કીંગમાં સૌથી લાંબો સમય ટોચ પર રહેનાર ભારતીય બૅટર બન્‍યો

વિરાટનો વધુ એક રેકોર્ડ

નવી દિલ્‍હી : આઇ.સી.સી. દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વન-ડે રેન્‍કિંગના આંકડાઓમાં મોટી ગરબડ બાદ સુધારો કરવામાં આવ્‍યો છે. આ સુધારા સાથે જ વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ટોચના સ્‍થાને રહેનારો ભારતીય બેટર બની ગયો છે.

આઇસીસીએ પોતાના પહેલા અપડેટમાં આંકડા જાહેર કર્યા હતા કે વિરાટ કોહલી તેની કારકિર્દીમાં ૮૨૫ દિવસથી નંબર-૧ પોઝિશન પર છે.

કોહલી કુલ ૧,૫૪૭ દિવસ માટે નંબર ૧ વન-ડે બેટર રહ્યો છે. આ અપડેટેડ ગણતરી સાથે, કોહલી વન-ડે રેન્‍કિંગમાં સૌથી લાંબો સમય ટોચ પર રહેનાર ભારતીય બેટર બની ગયો છે અને ઓલ ટાઈમ યાદીમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગયો છે. ફક્‍ત વેસ્‍ટ ઈન્‍ડિઝના બેટર વિવ રિચાર્ડ્‍સ (૨,૩૦૬ દિવસ) અને બ્રાયન લારા (૨,૦૭૯ દિવસ) એ જ નંબર ૧ વન-ડે બેટરનું સ્‍થાન વધુ સમય માટે જાળવી રાખ્‍યું છે.

આ અપડેટેડ ગણતરી સાથે કોહલી વન-ડે રેન્‍કિંગમાં સૌથી લાંબો સમય ટોચ પર રહેનાર ભારતીય બેટર બની ગયો છે અને ઓલ ટાઈમ યાદીમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગયો છે.

(4:01 PM IST)