તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Friday, 23rd January 2026
બાબર આઝમ, રિઝવાન તથા આફ્રિંદી સહિત ડઝનેક પાકિસ્તાની ક્રિકેટરો સાથે ૧૦૦ કરોડની છેતરપિંડી
પોન્ઝી સ્કીમ લાવનાર પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલ છેઃ પીસીબીની તપાસ

ઈસ્લામબાદઃ પાકિસ્તાની બેટર બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી સાથે લગભગ ૧૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જે પોન્ઝી સ્કીમ સાથે સંકળાયેલો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ કેપ્ટન સહિત લગભગ એક ડઝન ખેલાડીઓએ PSL સાથે સંકળાયેલા એક બિઝનેસમેનની સ્કીમમાં પૈસા રોક્યા હતા. શરૂઆતમાં તેમને વળતર પણ મળ્યું, પરંતુ હવે અચાનક તેમને પૈસા મળવાનું બંધ થઈ ગયું.
પીડિત ક્રિકેટરોએ જ્યારે બિઝનેસમેનનો સંપર્ક કર્યો, ત્યારે તેમને કહી દેવામાં આવ્યું કે હવે પૈસા પાછા નહીં મળે. ત્યાર બાદ તેણે ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું. તે દેશ છોડીને જતો રહ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ ખેલાડીઓએ માત્ર પોતાના જ નહીં, પરંતુ સંબંધીઓ અને નજીકના સહયોગીઓના પણ પૈસાનું રોકાણ કર્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ રકમ ૧૦૦ કરોડ પાકિસ્તાની રૂપિયા સુધીની છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ એક ડઝન વર્તમાન ખેલાડીઓ સાથે ઠગાઈ થઈ છે. આમ એપ ખોલો અને શાહીન ઉપરાંત ફખર ઝમાન, શાદાબ ખાન જેવા નામો પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ એક ડઝન વર્તમાન ખેલાડીઓ સાથે ઠગાઈ થઈ છે. આમાં બાબર, રિઝવાન અને શાહીન ઉપરાંત ફખર ઝમાન, શાદાબ ખાન જેવા નામો પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેપારી પાકિસ્તાન સુપર લીગની કેટલીક ફ્રેન્ચાઈઝીની સ્પોન્સરશિપ સાથે પણ સંકળાયેલો રહ્યો છે. અસરગ્રસ્ત ખેલાડીઓએ તેનો સંપર્ક કર્યો ત્યારે વેપારીએ કથિત રીતે દાવો કર્યો કે તેને મોટું નુકસાન થયું છે. જેમાં ખેલાડીઓની રોકાણ કરેલી રકમ અને તેની પોતાની મૂડી પણ સામેલ છે. તેણે કહ્યું કે તે પૈસા પાછા આપવાની સ્થિતિમાં નથી.
પોન્ઝી સ્કીમ એક છેતરપિંડીભરી રોકાણ યોજના છે. આમાં લોકોને વધુ અને ઝડપી નફાની લાલચ આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ વ્યવસાય કે રોકાણ હોતું નથી. આમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર આપવામાં આવે છે. જ્યારે નવા લોકો આવવાનું બંધ થઈ જાય છે, ત્યારે સ્કીમ પડી ભાંગે છે અને મોટા ભાગના લોકોના પૈસા ડૂબી જાય છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
