<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ભારતે 8 વિકેટે ન્યૂઝીલેન્ડને હરાવ્યું :માત્ર 10 ઓવરમાં ત્રીજી મેચ જીતી લીધી : T20 સીરિઝ પર કબજો જમાવ્યો

સૂર્યાએ 26 બોલમાં અણનમ 57 રન બનાવ્યા. અભિષેકે 20 બોલમાં અણનમ 68 રન ઝૂડ્યા : અભિષેકે ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ત્રીજી મેચ આજે ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. સંજૂ સેમસન પહેલી ઓવરમાં આઉટ થઇ ગયો હતો ત્યાર બાદ ઇશાન કિશને 13 બોલમાં 28 રન બનાવી ટીમને મજબુત સ્થીતીમાં લાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી. ભારતે માત્ર 10 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી જીત મેળવી છે. આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે.

કિશનના આઉટ થયા પછી અભિષેક શર્માની તોફાની ઇનિગ જોવા મળી. અભિષેકે 14 બોલમાં ફિફ્ટી ફટકારી. ભારતનો સ્કોર 7મી ઓવરમાં જ 100 ને પાર કરી ગયો. આ પછી સૂર્યકુમાર યાદવનું બેટ પણ ગર્જના કરતું હતું. સૂર્યાએ 25 બોલમાં ફિફ્ટી ફટકારી. ભારતનો વિજય માત્ર 10 ઓવરમાં થયો. સૂર્યાએ 26 બોલમાં અણનમ 57 રન બનાવ્યા. અભિષેકે 20 બોલમાં અણનમ 68 રનની ઇનિંગ રમી. અભિષેકે તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા 

ગુવાહાટીમાં આજે રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ગ્લેન ફિલિપ્સની 48 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી. હર્ષિત રાણાએ પણ એક વિકેટ લીધી છે. ન્યુઝીલેન્ડે ભારત માટે 154 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને પાર કરી ભારતીય ટીમએ જીત મેળવી છે. 

(10:28 PM IST)