<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

પાકિસ્‍તાન સામે ભારતની પ્રચંડ જીતઃ યુવા ભારતે પાકિસ્‍તાનને હરાવી સેમીફાઈનલમાં મારી એન્‍ટ્રી!

મેદાનમાં ભારતનો દબદબો અને પાકિસ્‍તાનનો પરાજય - આ માત્ર રમત નથી, કરોડો ભારતીયોના ગર્વની જીત છે

નવી દિલ્‍હીઃ અન્‍ડર ૧૯ વર્લ્‍ડકપમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્‍તાન ને હરાવી સેમિફાઇનલમાં એન્‍ટ્રી કરી લીધી છે. ભારતીય સિનિયરોની જેમ જુનિયર ખેલાડીઓ એ પણ પાક. નું કચ્‍ચરઘાણ કાઢી નાખ્‍યું હતું.

પ્રથમ બેટિગ (ભારત) ભારતે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૦+ રનનો વિશાળ સ્‍કોર ખડક્‍યો હતો. જેમાં ભારતીય ઓપનરોએ ૧૦૦ રનની ભાગીદારી કરી પાયો મજબૂત કર્યો હતો.

સદીનો જાદુઃ ભારતના મિડલ ઓર્ડર બેટ્‍સમેને શાનદાર સદી ફટકારી પાકિસ્‍તાની બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા.પાકિસ્‍તાનનો ધબડકોઃ ૩૦૦ થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્‍તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહીં અને માત્ર ૧૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઘાતક બોલિંગઃ ભારતના લેફટ આર્મ સ્‍પિનર અને ફાસ્‍ટ બોલરોએ મળીને પાકિસ્‍તાનની ૭ વિકેટો ઝડપી મેચને એકતરફી બનાવી દીધી હતી.

(11:51 AM IST)