News of Saturday, 14th February 2026
ભારત-પાક.મેચમાં વરસાદી સંકટના વાદળો!
હવામાનની વેબસાઇટ મુજબ વરસાદની સંભાવનાઃ જો મેચ રદ થાય તો બંને ટીમોને ૧-૧ પોઇન્ટ

નવી દિલ્હીઃ આવતી કાલના હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે રવિવાર ૧૫ ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વમાં લો-પ્રેશર એરિયા બની શકે છે, જેના લીધે લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.
વરસાદની વાત કરીએ તો સરકારી નિવેદનમાં તેનો સીધો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પણ હવામાન પર દેખરેખ કરતી વેબસાઇટ્સ પ્રમાણે રવિવારે સાંજે ૬ વાગે, ૭ વાગે અને ૮ વાગ્યાની વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. જો આવું થયું, તો મેચ કેન્સલ થઈ શકે છે. એવામાં બંને ટીમોએ એક-એક પોઇન્ટ શેર કરવો પડશે.
હવે સવાલ એ છે કે જો આ મેચ રદ થઈ તો કઈ ટીમને ફાયદો થશે અને કઈ ટીમને નુકસાન થશે? ફાયદાની વાત કરી તો આ બંને ટીમો માટે ફાયદાકારક રહેશે, કારણ કે હાલમાં બંને પાસે ૪-૪ પોઇન્ટ્સ છે. મેચ રદ થવાની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનના ૫-૫ પોઇન્ટ્સ થઈ જશે અને બંને સુપર-૮ માટે ક્વોલિફાય થઈ જશે. નુકસાનની વાત કરી તો આ યુએસએ અને નેધરલેન્ડ્સ માટે નુકસાનકારક સાબિત થશે. ખાસ કરીને, યુએસએ સતત બીજી વખત સુપર-૮માં પહોંચવાની તક ગુમાવી દેશે. નેધરલેન્ડ્સ અને યુએસએ બંને પાસે ૨-૨ પોઇન્ટ્સ છે અને તેમની હવે ફક્ત એક જ મેચ બાકી છે. જો આ બંને મેચ જીતી પણ જાય છે તો પણ ૪-૪ પોઇન્ટ્સ થઈ જશે, પરંતુ તે પૂરતા નહીં હોય
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
