News of Monday, 16th February 2026
પરાજય મળતા આફ્રીદીની કમાન છટકી : જમાઇ શાહિનને ઝાટકયો : બાબર વગેરેને પણ લબલબાવ્યા
સીનીયરોએ હવે આરામ લેવો જોઇએ : યુવાનોને તક આપો

કોલંબો, તા.૧૬: ભારતીય ટીમ સામે મળેલી કારમી હારથી પાકિસ્તાની ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે (૧૫ ફેબ્રુઆરી) કોલંબોમાં રમાયેલી ICC મેન્સ T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની મહત્વપૂર્ણ મેચમાં ૬૧ રનથી મળેલી હાર બાદ, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ ખુલ્લેઆમ પોતાની ટીમના સિનિયર ખેલાડીઓ પર નિશાન સાધ્યું. આફ્રિદીએ પોતાના જમાઈ શાહિન આફ્રિદીને પણ છોડ્યા નહીં.
શાહિદ આફ્રિદીએ સ્પષ્ટપણે કહ્યું કે વારંવાર નિષ્ફળ જતા સિનિયર ખેલાડીઓને આરામ આપવો જોઈએ અને યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. તેમણે બાબર આઝમ, શાહિન આફ્રિદી અને શાદાબ ખાનને બેન્ચ પર બેસાડવા હાકલ કરી. શાહિદ માને છે કે આ ખેલાડીઓને સતત તકો મળી છે, પરંતુ તેઓ મોટી મેચોમાં નિષ્ફળ જાય છે.
શાહિદ આફ્રિદીએ સમા ટીવી પર કહ્યું, જો મારે નિર્ણય લેવો પડે, તો હું શાહિન, બાબર અને શાદાબને બેન્ચ પર બેસાડીશ. હું નવા ખેલાડીઓને તક આપીશ અને તેમનામાં વિશ્વાસ બતાવીશ.ૅ નામિબિયા સામેની મેચમાં યુવાનોને રમીને આત્મવિશ્વાસ આપવો જોઈએ. અમે આ ખેલાડીઓને ઘણા સમયથી તકો આપી રહ્યા છીએ. આશા છે કે તેઓ આ ટીમ સામે સારું પ્રદર્શન કરશે. જો સિનિયર ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા નથી, તો બેન્ચ પર બેઠેલા જુનિયર ખેલાડીઓને કેમ અજમાવી ન શકાય?
શાહીનને માર પડ્યો, બાબર અને શાદાબ નિષ્ફળ ગયા : શાહીન આફ્રિદી ભારત સામેની મેચમાં સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે માત્ર બે ઓવરમાં ૩૧ રન આપ્યા. શાહીને ઇનિંગની છેલ્લી ઓવરમાં ૧૬ રન આપ્યા, જેના કારણે ભારત ૧૭૦+ રન બનાવી શકયું. નોંધનીય છે કે શાહીને ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા. શાદાબ ખાનનો પણ ખરાબ દિવસ રહ્યો. તેણે બોલિંગ કરતી વખતે એક ઓવરમાં ૧૭ રન આપ્યા અને બેટિંગ કરતી વખતે ૧૪ રન બનાવીને આઉટ થયો. કેપ્ટન બાબર આઝમ પણ ટીમનું નેતળત્વ કરવામાં નિષ્ફળ ગયો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતળત્વમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. આ જીત સાથે, વ્૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો હેડ-ટુ-હેડ રેકોર્ડ સુધરીને ૮-૧ થઈ ગયો છે. ભારતની જીતનો હીરો પ્લેયર ઓફ ધ મેચ ઇશાન કિશન રહ્યો, જેણે ૪૦ બોલમાં ૭૭ રનની ધમાકેદાર ઇનિંગ રમી. બોલિંગમાં, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લઈને પાકિસ્તાનને ૧૧૪ રન સુધી રોકી દીધું.
આ શરમજનક હાર પછી, પાકિસ્તાનના સિનિયર ખેલાડીઓ અંગે પ્રશ્નો તીવ્ર બન્યા છે. શાહિદ આફ્રિદીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ પસંદગી અંગે હવે મોટો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
