News of Sunday, 1st March 2026
કોલકાતા: ઈડન ગાર્ડન્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલા આઈસીસી રોમાંચક જંગ:
ટી૨૦ વર્લ્ડ કપ: વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતના વિજય માટે ૧૯૬ રનનો ટાર્ગેટ, સેમીફાઈનલની રેસ માટે 'કરો યા મરો'નો જંગ

આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર ૮ રાઉન્ડના અત્યંત મહત્વના મુકાબલામાં વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે જીતવા માટે ૧૯૬ રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેરેબિયન બેટ્સમેનોએ ભારતીય બોલરોની આકરી કસોટી કરી હતી.
વેસ્ટ ઈન્ડીઝની આક્રમક બેટિંગ: વેસ્ટ ઈન્ડીઝની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર શાઈ હોપ (૩૨ રન) અને રોસ્ટન ચેઝે પ્રથમ વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી કરી પાયો નાખ્યો હતો. મધ્યક્રમમાં શિમરોન હેટમાયર અને રધરફોર્ડ સસ્તામાં આઉટ થયા બાદ અંતિમ ઓવરોમાં જેસન હોલ્ડર અને કેપ્ટન રોવમેન પોવેલે તોફાની બેટિંગ કરી હતી.
* જેસન હોલ્ડર: ૧૬ બોલમાં અણનમ ૩૭ રન (૩ છગ્ગા, ૨ ચોગ્ગા)
* રોવમેન પોવેલ: અણનમ ૩૪ રન
* હોલ્ડર અને પોવેલે અંતિમ ૬ ઓવરમાં રનનો વરસાદ કરી સ્કોર ૧૯૫/૪ સુધી પહોંચાડ્યો હતો.
ભારતીય બોલિંગનું પ્રદર્શન: ભારત તરફથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ૨ વિકેટ ઝડપી હતી, પરંતુ તે મોંઘો સાબિત થયો હતો. વરુણ ચક્રવર્તીએ ૧ વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહે રન રોકવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય ફિલ્ડિંગમાં પણ કેટલીક ખામીઓ જોવા મળી હતી, જેના કારણે કેરેબિયન ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.
ભારતની વળતી લડત (તાજા સમાચાર રાત્રે ૯.૧૪ વાગ્યે): ૧૯૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આક્રમક રહી છે. લેટેસ્ટ સ્કોર મુજબ:
* ભારત: ૨૮/૦ (૨.૪ ઓવર)
* બેટ્સમેન: અભિષેક શર્મા અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
* ભારતને જીતવા માટે હજુ ૧૭.૨ ઓવરમાં ૧૬૮ રનની જરૂર છે.
* વર્તમાન રન રેટ (CRR): ૧૦.૫
* જરૂરી રન રેટ (RRR): ૯.૬૯
સેમીફાઈનલનું સમીકરણ: આ મેચ બંને ટીમો માટે 'વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ' સમાન છે. આ ગ્રુપમાંથી દક્ષિણ આફ્રિકા પહેલેથી જ સેમીફાઈનલમાં ક્વોલિફાય થઈ ચૂક્યું છે. જે ટીમ આજની મેચ જીતશે, તે સીધી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવશે. જો ભારત આ લક્ષ્યાંક હાંસલ કરી લેશે, તો તે ટી૨૦ વર્લ્ડ કપ ઈતિહાસનો ભારતનો સૌથી મોટો રન ચેઝ હશે. *
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
