News of Monday, 2nd March 2026
સેમીફાઇનલઃ બુધવારે સાઉથ આફ્રિકા વિ. ન્યૂઝિલેન્ડ અને ગુરૂવારે ભારત વિ. ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપના રોમાંચક જંગમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. સુપર-૮ મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ૫ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. હવે ચાહકોની નજર સેમિ ફાઈનલ પર છે, જ્યાં ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે.
આ હાઈ-વોલ્ટેજ મુકાબલો ૫ માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ-૧માંથી ભારત અને સાઉથ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું છે, જ્યારે ગ્રુપ-૨ માંથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિ ફાઈનલમાં પહોંચ્યા છે. પોઈન્ટ ટેબલ મુજબ, ભારત બીજા સ્થાને હોવાથી તેની ટક્કર બીજા ગ્રુપની ટોપર ટીમ ઈંગ્લેન્ડ સાથે નક્કી થઈ છે. તેમજ ૪ માર્ચે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ રમાશે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
