<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ફરી એક વખત બફાટ કર્યો: કહ્યું- ભારત ફાઇનલ નહીં રમે

મોહમ્મદ આમિરે ફરી એક વખથ ભારત વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું:આમિરે કહ્યું કે ભારત ફાઇનલમાં નહીં પહોંચે

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ફરી એકવાર વિવાદને આમંત્રણ આપ્યું છે, અને બફાટ કર્યો છે. આમિરે આગાહી કરી છે કે ભારતીય ટીમ 2026ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં નહીં પહોંચે.

મોહમ્મદ આમિરે અગાઉ આગાહી કરી હતી કે ભારત 2026ના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં નહીં પહોંચે. પરંતુ સૂર્યા બ્રિગેડે રવિવારે ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઇન્ડીઝને ચાર બોલ બાકી રહેતા પાંચ વિકેટથી હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. સંજુ સેમસન (97*) એ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મોહમ્મદ આમિરને આ માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે ફરી એકવાર પોતાના બોલ્ડ નિવેદનથી ચર્ચા ઊભી કરી છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું કે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકશે નહીં.

આમિરે કહ્યું કે- ભારત સંપૂર્ણ ક્રિકેટ રમી રહ્યું નથી. ભારત ફાઇનલ નહીં રમે. સેમિફાઇનલ અંગેનું મારું વિશ્લેષણ સાચું હતું. પરંતુ સંજુ સેમસન ખરેખર સારું ક્રિકેટ રમ્યો. મને હજુ પણ લાગે છે કે ભારત સંપૂર્ણ ક્રિકેટ રમી રહ્યું નથી. જસપ્રીત બુમરાહ સિવાય, કોઈ બોલર ફોર્મમાં નથી. ભારતની બેટિંગ જુઓ; તેમની ઇનિંગ્સ લગભગ દરેક મેચમાં નિષ્ફળ ગઈ છે. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ એક સારી મેચ હશે, પરંતુ મને વિશ્વાસ છે કે ભારત ફાઇનલ નહીં રમે.
નોંધનીય છે કે રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડની અંતિમ મેચ રમાઈ હતી. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા.

જવાબમાં, ભારતે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતીય ઓપનર સંજુ સેમસન વિજયનો હીરો રહ્યો, તેણે 50 બોલમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા. સેમસને મેચ પછી સ્વીકાર્યું કે તે કદાચ તેની કારકિર્દીની શ્રેષ્ઠ T20I ઇનિંગ્સ હતી.

(12:48 AM IST)