<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

પંડયા પરિવારમાં ‘પાવર પ્‍લે' શરૂ? હાર્દિક- કૃણાલ વચ્‍ચે અબોલાની ચર્ચાઓએ જોર પકડ્‍યું!

વિશ્વ વિજેતા બન્‍યા છતાં મોટાભાઈ કળણાલનું મૌન અને સ્‍ટેડિયમમાં ગેરહાજરી અનેક સવાલો જન્‍માવે છે : શું મોડેલ માહિકા શર્માની એન્‍ટ્રીથી ભાઈઓ વચ્‍ચે તિરાડ પડી?

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્‍ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્‍યો અને હાર્દિક પંડ્‍યા દેશભરમાં હીરો બની ગયો, પરંતુ પંડયા પરિવારના આંગણે બધું બરાબર ન હોવાના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં અત્‍યારે એક જ ચર્ચા છે કે શું હાર્દિક અને કળણાલ પંડ્‍યા વચ્‍ચે અંતર વધી રહ્યું છે? નતાશા સ્‍ટેનકોવિક સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્‍ચે હવે ભાઈઓ વચ્‍ચેના ઝઘડામાં મોડેલ માહિકા શર્માનું નામ ઉછળતા મામલો વધુ ગરમાયો છે.

સામાન્‍ય રીતે હાર્દિકની નાની સફળતા પર પણ કળણાલ પંડ્‍યા અને તેની પત્‍ની પંખુરી સોશિયલ મીડિયા પર પોસ્‍ટ મૂકીને તેને વધાવતા હોય છે. જોકે, વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ કળણાલ કે પંખુરી તરફથી કોઈ ખાસ અભિનંદન કે ઉત્‍સાહ જોવા મળ્‍યો નથી. સ્‍ટેડિયમમાં પણ કળણાલની ગેરહાજરીએ ચાહકોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા કર્યા છે. ચાહકો પૂછી રહ્યા છે કે જે ભાઈઓ હંમેશા પડખે ઉભા રહેતા હતા, તેમની વચ્‍ચે અચાનક આટલું અંતર કેમ?

સમાચાર માધ્‍યમોમાં વહેતા અહેવાલો મુજબ, આ પારિવારિક વિખવાદ પાછળ મોડેલ માહિકા શર્માનું નામ જોડાઈ રહ્યું છે. એવી ચર્ચા છે કે હાર્દિક અને માહિકા વચ્‍ચેની નિકટતા પરિવારના અન્‍ય સભ્‍યોને પસંદ નથી. નતાશા સાથેના સંબંધોમાં ખટાશ આવ્‍યા બાદ પરિવારના સમીકરણો ઝડપથી બદલાયા હોવાનું માનવામાં આવે છે.

(11:33 AM IST)