<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભારતે પાક.ને ૩-૦થી પછાડયું: સેમીફાઇનલમાં

માલદીવ્‍સ ખાતે રમાયેલી ફૂટબોલની અંડર-૨૦ સૈફ ચેમ્‍પિયનશિપમાં :પંજાબ એફસી એકેડમીના ખેલાડીઓના શાનદાર પ્રદર્શન અને ઓમાંગ ડોડુમના બે ગોલની મદદથી ભારતે પાકિસ્‍તાનને હરાવીને અંડર-૨૦ સૈફ ચેમ્‍પિયનશિપમાંથી બહાર ફેંકી દીધું

માલેઃ માલદીવ્‍સના પાટનગર માલે ખાતે રમાઈ રહેલી સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (સૈફ) અંડર-૨૦ ચેમ્‍પિયનશિપમાં ભારતીય મેન્‍સ ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ડિજિટલ મીડિયાના સત્તાવાર અહેવાલો મુજબ, ભારતે પોતાની ગ્રુપ મેચમાં પાકિસ્‍તાનને ૩-૦ થી એકતરફી રીતે હરાવીને ટુર્નામેન્‍ટની સેમિફાઇનલમાં પોતાની જગ્‍યા નિヘતિ કરી લીધી છે, જ્‍યારે આ સળંગ હાર સાથે પાકિસ્‍તાનની ટીમ સ્‍પર્ધામાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ ગઈ છે.

ભારત તરફથી આ મેચમાં પંજાબ એફસી એકેડમીના યુવા ખેલાડીઓનો સંપૂર્ણ દબદબો જોવા મળ્‍યો હતો. મેચની ત્રીજી જ મિનિટે ગુરનાજ સિઘના શાનદાર પાસ પરથી વિશાલ યાદવે ગોલ ફટકારીને ભારતને ૧-૦ ની શરૂઆતી સરસાઈ અપાવી હતી.

પ્રથમ હાફ સુધી પાકિસ્‍તાને બરાબરી કરવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ગોલકીપર સુરજ અહેઈબામ અને ડિફેન્‍સે તેમને નિષ્‍ફળ બનાવ્‍યા હતા.

બીજા હાફમાં પ્‍લેયર ઓફ ધ મેચ બનેલા ઓમાંગ ડોડુમે પોતાનો અસલી જાદુ વિખેર્યો હતો. તેણે ૬૪મી મિનિટે ઋષિના પાસ પર શાનદાર હેડર દ્વારા અને ત્‍યારબાદ મેચની અંતિમ મિનિટોમાં પેનલ્‍ટી કિક મારફતે એમ કુલ બે ગોલ ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

હવે ભારતીય ટીમ સેમિફાઇનલ પહેલા પોતાની અંતિમ ગ્રુપ મેચમાં બાંગ્‍લાદેશ સામે ટકરાશે

(2:15 PM IST)