News of Saturday, 28th March 2026
IPL ના પ્રારંભ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો: ધોની બે અઠવાડિયા મેચ નહીં રમે
ધોનીની ઈજાથી ચાહકો નિરાશ:ધોનીની ગેરહાજરીમાં CSK ભારતીય ઓપનર સંજુ સેમસનને વિકેટકીપિંગની જવાબદારી સોંપી શકે

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી ધોની ઈજાને કારણે બે અઠવાડિયા માટે IPLમાંથી બહાર થઈ ગયો છે. તેને પગની માંસપેશીઓમાં ખેંચાણ થઈ છે, જેના કારણે તે સીઝનના પહેલા બે અઠવાડિયા માટે રમતમાંથી બહાર થઈ જશે. ફ્રેન્ચાઇઝીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી. CSK સોમવારે સાંજે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે તેના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ધોની અંગે CSKએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં લખ્યું, "જલ્દી સ્વસ્થ થાલા, થાલા."
ધોનીની ઈજાએ નિઃશંકપણે ચાહકોને નિરાશ કર્યા છે. ધોનીની ગેરહાજરીમાં CSK ભારતીય ઓપનર સંજુ સેમસનને વિકેટકીપિંગની જવાબદારી સોંપી શકે છે. સેમસનને ગયા ડિસેમ્બરમાં IPL 2026 ની હરાજી પહેલા ટ્રેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. સીએસકેએ તેના માટે રવિન્દ્ર જાડેજા અને સેમ કુરનને રાજસ્થાન રોયલ્સ સાથે વેચી દીધા.
ઓગસ્ટ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી, ધોની ફક્ત આઈપીએલમાં જ જોવા મળ્યો છે. ગયા સીઝનમાં ધોનીએ સુપર કિંગ્સ માટે બધી 14 મેચ રમી હતી, જેમાં તેણે 24.50 ની સરેરાશ અને 135.17 ના સ્ટ્રાઇક રેટથી 196 રન બનાવ્યા હતા. કોણીના ફ્રેક્ચરને કારણે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી ગયા વર્ષની સીઝનની શરૂઆતમાં ધોનીએ કેપ્ટનશીપ પણ સંભાળી હતી.
પ્રથમ બે અઠવાડિયા માટે ધોનીની ગેરહાજરીથી ચાહકો નિરાશ થયા છે. ધોનીની ગેરહાજરીએ આઈપીએલનો ઉત્સાહ પણ ઓછો કર્યો છે. પરંતુ ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે માહી શક્ય તેટલી વહેલી તકે ફિટ થાય અને ટીમમાં પાછો ફરે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
