<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

૯૪ રને વિજય છતાં ચિંતાનું મોજું: થાઈલેન્‍ડ સામે ભારતીય બેટિંગ લાઇન-અપ ધ્‍વસ્‍ત, મધ્‍યમ ક્રમ ફ્‌લોપ

શેફાલી વર્માની અડધી સદી છતાં હરમનપ્રીત અને રિચા ઘોષ નિષ્‍ફળ; પાકિસ્‍તાન સામેની મહામેચ પહેલા ભારતીય ટીમ માટે આત્‍મમંથનની સ્‍થિતિ

 

 

નવી દિલ્‍હીઃ એશિયા કપમાં થાઈલેન્‍ડ સામે રમાયેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૯૪ રને ભવ્‍ય વિજય ચોક્કસ નોંધાવ્‍યો છે, પરંતુ આ જીત ટીમના પ્રદર્શનની નબળાઈઓને છુપાવી શકી નથી. થાઈલેન્‍ડ સામેની મેચમાં ભારતનો મધ્‍યમ ક્રમ (મિડલ ઓર્ડર) સંપૂર્ણપણે ફ્‌લોપ સાબિત થયો હતો, જેના કારણે પાકિસ્‍તાન સામેની આગામી હાઇ-વોલ્‍ટેજ મેચ પહેલા ભારતીય કેમ્‍પમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

ઓપનર શેફાલી વર્માએ ૬૪ રનની આક્રમક અને જવાબદારીપૂર્વકની ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જોકે, સ્‍પિનરોને મદદરૂપ પિચ પર થાઈલેન્‍ડના બોલરો સામે ભારતનો મધ્‍યમ ક્રમ તાસના પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો. કેપ્‍ટન હરમનપ્રીત કૌર અને આક્રમક વિકેટકીપર-બેટર રિચા દ્યોષ જેવા ધુરંધર ખેલાડીઓ સસ્‍તામાં આઉટ થઈ ગયા હતા. પિચ પર થતા ટર્ન સામે ભારતીય બેટર્સ સતત સંઘર્ષ કરતા નજરે પડ્‍યા હતા.

મેચ બાદ શેફાલી વર્માએ ટીમના પ્રદર્શન અંગે ખુલ્લીને વાત કરી હતી. તેણે જણાવ્‍યું હતું કે, ‘‘જીત ચોક્કસ મળી છે, પરંતુ બેટિંગ ડિપાર્ટમેન્‍ટમાં થયેલી ભૂલોને અમે નકારી શકીએ નહીં. મધ્‍યમ ક્રમમાં જે નબળાઈઓ સામે આવી છે તેના પર ટીમ આત્‍મમંથન કરશે. પાકિસ્‍તાન સામેની મહત્‍વપૂર્ણ મેચ પહેલા અમે અમારી ભૂલો સુધારીને વધુ મજબૂતીથી મેદાનમાં ઉતરીશું.''

 ભારતે મેચ તો જીતી લીધી છે, પરંતુ પાકિસ્‍તાન સામેની મેચ પહેલા બેટિંગ ઓર્ડરમાં રહેલી આ ખામીઓ દૂર કરવી ટીમ મેનેજમેન્‍ટ માટે સૌથી મોટો પડકાર બની રહેશે.

(11:01 AM IST)