News of Friday, 3rd July 2026
ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા આંખો તેજ કરવા માટે કરી અનોખી વિઝન ડ્રીલ : વીડિયો વાયરલ!
મેદાન પર ઉતરતા પહેલા અભિષેક શર્માનો ‘જાદુઈ કીમિયો' થ્રોડાઉન કે સ્ટ્રેચિંગ છોડીને ડાબોડી બેટ્સમેને મોંની નજીક બોલ રાખીને કરી ખાસ કસરત : હાઇ-સ્પીડ બોલિંગ સામે પ્રતિક્રિયા સમય સુધારવા અને એકાગ્રતા વધારવા આધુનિક ક્રિકેટરોનો નવો ટ્રેન્ડ

નવી દિલ્હી : આધુનિક સમયમાં ક્રિકેટ માત્ર શારીરિક તાકાત કે નેટ પ્રેક્ટિસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે માનસિક કન્ડીશનીંગ અને હાઈ-ટેક કસરતોની રમત બની ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચ દરમિયાન કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. જેણે ક્રિકેટ ચાહકોને આヘર્યમાં મૂકી દીધા છે. ભારતીય ટીમના યુવા અને આક્રમક ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ મેદાન પર બેટિંગ કરવા ઉતરતા પહેલા એક અત્યંત અનોખી ‘પ્રિ-મેચ ડ્રીલ' કરી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે પોતાની ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે સામાન્ય રીતે બેટ્સમેનો નવરાશની પળોમાં સ્ટ્રેચિંગ અથવા થ્રોડાઉન બોલ રમતા જોવા મળે છે. પરંતુ અભિષેક શર્માએ આ બધાથી હટીને એક ખાસ ‘વિઝયુલાઇઝેશન અને વિઝન ટ્રેનિંગ કસરત' પસંદ કરી હતી. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે અભિષેક ક્રિકેટ બોલને પોતાના ચહેરાની એકદમ નજીક પકડી રાખે છે અને પોતાની આંખોની કીકીઓ દ્વારા બોલની લયબદ્ધ ગતિવિધિને ટ્રેક કરે છે. આ દરમિયાન તેનો ચહેરો સંપૂર્ણપણે એકાગ્ર અને ગંભીર જણાતો હતો.
વિશ્વના ટોચના એથ્લેટ્સ દ્વારા વાપરવામાં આવતી આ દ્રશ્ય કસરત પાછળ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા છે. રમતગમતના નિષ્ણાતોના મતે, આ કવાયતથી : * આંખોનું ધ્યાન અને દ્રશ્ય ક્ષમતા તીવ્ર બને છે. * હાથ અને આંખ વચ્ચેનું સંકલન વધુ સચોટ થાય છે. * ક્રિઝ પર જતા પહેલા મનની એકાગ્રતા ચરમસીમાએ પહોંચે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ટ્રેનિંગના કારણે બેટ્સમેન પિચ પર બોલરના હાથમાંથી છૂટતા ૧૪૦-૧૫૦ કિમીની ઝડપના બોલને ખૂબ વહેલો લાઈન-લેન્થ સાથે પારખી શકે છે. જેનાથી ફાસ્ટ બોલિંગ સામે પ્રતિક્રિયા આપવાનો સમય સુધરે છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
