તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 27th May 2026
ધોની બાદ રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડયો
કોહલીએ IPLમાં રચ્યો નવો ઇતિહાસ સૌથી વધુ ૨૮૨ મેચ રમવાનો મહારેકોર્ડ પોતાના નામે કર્યો

ધર્મશાલાઃ મેદાન પર ઉતરવાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઇપીએલના ઇતિહાસમાં એક અજોડ અને અદ્ભુત મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી હવે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બની ગયો છે. તેણે સૌથી વધુ મેચો રમવા માટે મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
વિરાટ કોહલીની આ ૨૮૨મી આઇપીએલ મેચ હતી. વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ શાનદાર અને લાંબી સફરમાં કોહલીએ ૪૦.૦૯ ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક ૯૨૬૧ રન ફટકાવ્યા છે, જેમાં ૯ આકર્ષક સદીઓ પણ સામેલ છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડ્યો છે, જે ૨૮૧ મેચો અને ૭૩૨૯ રન સાથે આ યાદીમાં બીજા ક્રમે આવે છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૭૮ મેચ અને ૫૪૩૯ રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
