તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Wednesday, 15th April 2026
અજિંકય રહાણેને ‘સ્લો ઓવર રેટ' બદલ ફટકારાયો રૂ.૧૨ લાખનો દંડ
IPLની આચારસંહિતાનો ભંગ : નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરી શકતા BCCIની કડક કાર્યવાહી

કોલકતા : આઇપીએલની વર્તમાન સીઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સ માટે મુશ્કેલીઓ વધી છે. ટીમના કેપ્ટન અજિંકય રહાણે પર મેચ દરમિયાન ‘સ્લો ઓવર રેટ' જાળવવા બદલ ‘રૂ.૧૨ લાખનો ભારે દંડ' ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં ટીમની આ પ્રથમ ભૂલ હોવાથી માત્ર કેપ્ટન પર આર્થિક દંડ લગાવીને છોડવામાં આવ્યા છે.
મેચ દરમિયાન કોલકત્તાની ટીમ નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની ઓવરનો ક્વોટા પૂરો કરવામાં નિષ્ફળ રહી હતી. આઇપીએલની આચારસંહિતા મુજબ, સ્લો ઓવર રેટના પ્રથમ ગુના માટે કેપ્ટનને રૂ.૧૨ લાખનો દંડ ભરવો પડે છે
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
