તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 12th July 2026
પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો : ફિલ્ડિંગ કોચ શેન મેકડર્મોટે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું
આગામી વેસ્ટ ઈંન્ડિઝ અને ઈંગ્લેન્ડના મહત્વપૂર્ણ વિદેશી પ્રવાસ પહેલા જ ફિલ્ડિંગ કોચે અચાનક રાજીનામુ આપતા પ્રકારની ચર્ચાઓ અને અટકળો શરૂ

પાડોશી દેશ પાકિસ્તાન ક્રિકેટ ટીમને આગામી વેસ્ટ ઈંન્ડિઝ અને ઈંગ્લેન્ડના મહત્વપૂર્ણ વિદેશી પ્રવાસ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ફિલ્ડિંગ કોચ શેન મેકડર્મોટે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવા સમયે જ્યારે ટીમને આગામી કેટલાક અઠવાડિયામાં સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું છે, ત્યારે તેમનું આ રીતે જવું પાકિસ્તાન ટીમ અને મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે.
મળતી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયન મૂળના કોચ શેન મેકડર્મોટ છેલ્લા લગભગ એક વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા એક વિશ્વસનીય સૂત્રએ પુષ્ટિ કરી છે કે મેકડર્મોટ હવે આગામી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ સાથે નહીં જોડાય. આ અચાનક લેવાયેલા નિર્ણય પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી પીસીબી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. કારણ સ્પષ્ટ ન હોવાથી, પીસીબીની આંતરિક ગતિવિધિઓ અને બોર્ડ સાથેના સંભવિત મતભેદોને લઈને ક્રિકેટ જગતમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે.
મેકડર્મોટના ગયા પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝડપથી નવા ફિલ્ડિંગ કોચની શોધ શરૂ કરી દીધી છે જેથી ખેલાડીઓની તૈયારીઓ પર કોઈ અસર ન પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મન્સૂર અમજદ આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. મન્સૂર અમજદ અગાઉ પાકિસ્તાન શાહીન્સ A ટીમ અને અંડર-19 ટીમ સાથે ફિલ્ડિંગ કોચ તરીકે સફળતાપૂર્વક કામ કરી ચૂક્યા છે. તેમના અનુભવ અને સ્થાનિક ખેલાડીઓ સાથેના તેમના તાલમેલને જોતા બોર્ડ તેમને આ મોટી જવાબદારી સોંપી શકે તેવી પ્રબળ સંભાવના છે.
આગામી શેડ્યૂલ પર નજર કરીએ તો, પાકિસ્તાનની ટીમ 13 જુલાઈના રોજ બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થવાની છે. ત્યારબાદ તરત જ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં તેને ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની કઠિન પરિસ્થિતિઓમાં ફિલ્ડિંગ, ખાસ કરીને સ્લિપ કેચિંગનું મહત્વ ખૂબ વધી જાય છે. આવા અત્યંત મહત્ત્વના વિદેશી પ્રવાસોની તૈયારીઓની વચ્ચે મુખ્ય ફિલ્ડિંગ કોચનું ન હોવું એ મેનેજમેન્ટ માટે કટોકટી સમાન છે અને તે ખેલાડીઓના મનોબળ પર પણ નકારાત્મક અસર પાડી શકે છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
