<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

‘આટલું ઘાસ તો મારા ઘોડા પણ નથી ખાતા' : સોશિયલ મીડિયા પર દેશી અંદાજમાં કરી રમૂજી ટકોર

પીચ પર ઘાસ જોઈ જાડેજા પણ ચોંકયા! ન્‍યૂઝીલેન્‍ડની લીલી પીચ પર ઝડપી બોલરોને મળી શકે છે ફાયદો, ભારતીય બેટ્‍સમેનોની થશે કસોટી

નવી દિલ્‍હીઃ ન્‍યૂઝીલેન્‍ડની ધરતી પર ટેસ્‍ટ શ્રેણી રમવા પહોંચેલી ભારતીય ટીમ મેદાનમાં પરસેવો પાડી રહી છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજાને ન્‍યૂઝીલેન્‍ડની પીચ પરનું ઘાસ જોઈને જાણે આヘર્યનો આંચકો લાગ્‍યો હોય તેવો રમૂજી અંદાજ જોવા મળ્‍યો છે. જાડેજાએ પોતાના -ેક્‍ટિસ સેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં પીચ પર લીલુંછમ ઘાસ જોઈને તેમણે પોતાના આગવા દેશી અંદાજમાં ટકોર કરતાં લખ્‍યું હતું કે, ‘પિચ પર જેટલું ઘાસ છે એટલું તો મારા ઘોડા પણ નથી ખાતા!'

ઘોડેસવારી અને ઘોડાઓ -ત્‍યે ખાસ લગાવ ધરાવતા જાડેજાએ પોતાની આ રમૂજી ટિપ્‍પણીથી ક્રિકેટપ્રેમીઓનું ધ્‍યાન ખેંચ્‍યું છે. તેમની આ પોસ્‍ટ પર ચાહકો પણ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ચાહકે તો એવી ટિપ્‍પણી કરી હતી કે, આ ઘાસને તો તમારી બેટરૂપી તલવારની ધાર જ કાપી શકે! જોકે, જાડેજાની આ મજાક પાછળ ન્‍યૂઝીલેન્‍ડની પીચનો મિજાજ પણ છુપાયેલો છે. ન્‍યૂઝીલેન્‍ડની પીચો પર સામાન્‍ય રીતે ઘાસનું પ્રમાણ વધુ રાખવામાં આવે છે, જેના કારણે ઝડપી બોલરોને સ્‍વિંગ અને સીમ મૂવમેન્‍ટનો ફાયદો મળી શકે છે. ખાસ કરીને મેચના શરૂઆતના દિવસોમાં બેટ્‍સમેનો માટે રન બનાવવા મુશ્‍કેલ બની શકે છે. પ્રથમ ટેસ્‍ટ માટે વેલિંગ્‍ટનના બેસિન રિઝર્વ મેદાનની પીચ પર આશરે ૧૫ મિલીમીટર જેટલું ઘાસ રાખવાની ચર્ચા છે.

(3:46 PM IST)