News of Monday, 29th June 2026
અલવિદા કેપ્ટનઃ વિવાદો વચ્ચે અંતિમ મેચ રમતો બેન સ્ટોકસ

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ટેસ્ટ-કેપ્ટન બેન સ્ટોક્સે ગઈ કાલે ઈંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના માધ્યમથી નિવળત્તિની જાહેરાત કરી હતી. આજે ન્યુ ઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ૩૫ વર્ષનો બેન સ્ટોક્સ અંગ્રેજ ટીમ માટે છેલ્લી વખત ઇન્ટરનેશનલ રમતો જોવા મળશે.
લંડનની નાઇટક્લબમાં ટીમના કફયુના ઉલ્લંઘનને લગતા વિવાદમાં ફસાયાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ વિવાદનેકારણે તેને બીજી ટેસ્ટ-મૅચમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો અને ત્રીજી ટેસ્ટ-મેચ માટે ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
