<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભારતીય ફૂટબોલના ચાર દિગ્‍ગજોને AIFFમાં સ્‍થાન, નવી કારોબારીની ચૂંટણી પહેલાં મોટી જવાબદારી

બે મહિલા અને બે પુરુષ પૂર્વ ખેલાડીઓની સ્‍પોર્ટ્‍સપર્સન ઓફ મેરિટ તરીકે પસંદગી : બેંબેમ દેવી, બ્રુનો કોટિન્‍હો, બેંટલા ડી‘કોથ અને જો પોલ અંચેરી હવે ફેડરેશનની સામાન્‍ય સભામાં મતદાન કરી શકશે

નવી દિલ્‍હી : ભારતીય ફૂટબોલના વહીવટી માળખામાં મહત્‍વપૂર્ણ ફેરફારની શરૂઆત થઈ છે. ઓલ ઇન્‍ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ની સામાન્‍ય સભામાં ચાર પૂર્વ દિગ્‍ગજ ફૂટબોલ ખેલાડીઓની સ્‍પોર્ટ્‍સપર્સન ઓફ મેરિટ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં બે મહિલા અને બે પુરુષ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

પસંદગી પામેલા ખેલાડીઓમાં પૂર્વ ભારતીય મહિલા ફૂટબોલર બેંબેમ દેવી, બેંટલા ડી'કોથ તથા પૂર્વ ભારતીય પુરુષ ફૂટબોલરો બ્રુનો કોટિન્‍હો અને જો પોલ અંચેરીનો સમાવેશ થાય છે. આ ચારેય ખેલાડીઓ હવે AIFFની સામાન્‍ય સભાના સભ્‍ય બનશે.

ચૂંટણીમાં કુલ નવ પૂર્વ ખેલાડીઓ મેદાનમાં હતા. ૪૦ લાયક મતદારોના ચૂંટણી મંડળમાંથી ૩૩ મત પડ્‍યા હતા. પુરુષ વિભાગમાં બ્રુનો કોટિન્‍હોને સૌથી વધુ ૨૪ મત મળ્‍યા હતા, જ્‍યારે જો પોલ અંચેરીને ૨૩ મત મળ્‍યા હતા. મહિલા વિભાગમાં બેંટલા ડી'કોથને ૨૩ મત મળ્‍યા હતા અને બેંબેમ દેવીએ પણ સ્‍થાન મેળવ્‍યું હતું.

આ ચારેયની પસંદગી આગામી ૨૦ ડિસેમ્‍બરે યોજાનારી AIFFની કારોબારી સમિતિની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. નવા સભ્‍યોને ફેડરેશનની સામાન્‍ય સભામાં મતદાન કરવાનો અધિકાર મળશે. આ ઉપરાંત ચાર પૈકી એક પુરુષ અને એક મહિલા સભ્‍ય કારોબારી સમિતિમાં પણ સ્‍થાન મેળવશે.

ભારતીય ફૂટબોલના વહીવટમાં પૂર્વ ખેલાડીઓની ભાગીદારી વધારવા માટે આ નિર્ણયને મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું.

(2:50 PM IST)