News of Sunday, 31st May 2026
અમદાવાદમાં IPL ફાઇનલ રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે જીતવા માટે બેંગલુરૂની ટીમને 156 રનનો લક્ષ્યાંક આપ્યો
બેંગલુરુએ અત્યાર સુધીમાં 4 IPL ફાઇનલ રમી છે, જેમાંથી તેઓ ફક્ત એકમાં જીત્યા:આરસીબી અત્યાર સુધી 2009, 2011, 2016 અને 2025માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું .

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026 ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં, RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 08 વિકેટો ગુમાવતા 20 ઓવરમાં 155રન બનાવ્યા છે. અને બેંગલુરૂની ટીમને જીતવા માટે 156 રનનું ટાર્ગેટ આપ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ મેચ માટે RCB એ તેની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં અરશદ ખાનને આર સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનને તક મળી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
