News of Friday, 7th August 2026
પંતે ૨૩.૮૪ કરોડ રૂપિયા ટેક્સ ચૂકવ્યો, તો તેની કુલ નેટવર્થ કેટલી હશે?
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉત્તરાખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવીને રાતોરાત ચર્ચાનું કેન્દ્ર બન્યો : આ બેટ્સમેને ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષમાં ૨૩ કરોડ અને ૮૪ લાખ રૂપિયાનો ભારે ભરખમ ટેક્સ ચૂકવ્યો છેઃ કુલ સંપત્તિ ૧૨૦થી ૧૫૦ કરોડ વચ્ચે હોવાનું માનવામાં આવે છે

દેહરાદૂન તા.૭: ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉત્તરાખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવીને રાતોરાત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બેટ્સમેને ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષમાં ૨૩ કરોડ અને ૮૪ લાખ રૂપિયાનો ભારે ભરખમ ટેક્સ ચૂકવ્યો છે. રિષભ પંતની કહાની કોઈ અજાયબીથી ઓછી નથી. માત્ર ૧૦ વર્ષની અંદર આ બેટરે શૂન્યમાંથી સર્જન કર્યું છે. કોણે વિચાર્યું હોત કે ક્યારેક ગુરુદ્વારામાં લંગર ખાઈને પ્રેક્ટિસમાં જનાર આ ખેલાડી પર એક દિવસ રૂપિયાનો વરસાદ થશે.
હવે જ્યારે રિષભ પંત ૨૩.૮૪ કરોડ રૂપિયાનો માત્ર ટેક્સ ચૂકવી રહ્યો છે તો સ્વાભાવિક છે કે, તેની કમાણી તેના કરતા અનેક ગણી હશે. ત્યારે આવો જાણીએ કે, હરિદ્વારમાં જન્મેલા અને રૂડકીનો રહેવાસી રિષભ પંત ક્યાં ક્યાંથી અને કેટલી કમાણી કરે છે. જે આજે ઉત્તરખંડનો સૌથી મોટો ટેક્સ પેયર બની ગયો છે.
IPL સેલરીઃ લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી ૨૭ કરોડ રૂપિયા
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટઃ ગ્રેડ B ખેલાડી તરીકે દર વર્ષે ૩ કરોડ રૂપિયા
ભારતીય ટીમ માટેની મેચ ફીઃ ટેસ્ટ દીઠ ૧૫ લાખ રૂપિયા અને વનડે દીઠ ૬ લાખ રૂપિયા બ્રાન્ડ શૂટ ફીઃ અંદાજે ૨.૫ કરોડ રૂપિયા પ્રતિ દિવસ
બે દિવસના બ્રાન્ડ ઇવેન્ટ માટેઃ અંદાજે ૪.૫થી ૪.૭૫ કરોડ રૂપિયા
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી આવકઃ દર વર્ષે અંદાજે ૮થી ૧૫ કરોડ રૂપિયા (Adidas, Dream11, boAt, JSW સહિત) સોશિયલ મીડિયા આવકઃ ઇન્સ્ટાગ્રામ, X (ટ્વિટર) અને ફેસબુક પર કરોડો ફોલોઅર્સને કારણે સ્પોન્સર્ડ પોસ્ટ, પેઇડ કોલેબોરેશન અને ડિજિટલ કેમ્પેઇનથી પણ સારી કમાણી કરે છે.
વિવિધ ફાઇનાન્સિયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઋષભ પંતની કુલ સંપત્તિ ૧૨૦થી ૧૫૦ કરોડ રૂપિયા વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. પંતની આવકમાં IPL, BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, આંતરરાષ્ટ્રીય મેચ ફી, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા જેવા અનેકસ્ત્રોતોનો સમાવેશ થાય છે.
IPL ૨૦૨૫ની મેગા હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે ૨૭ કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવીને તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. તેમણે આ જંગી પગાર સાથે લખનૌ માટે બે સીઝન રમી હતી. આ ઉપરાંત તે ગ્ઘ્ઘ્ત્ના ગ્રેડ B સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ દર વર્ષે ૩ કરોડ રૂપિયા મેળવે છે. મેચ ફી પણ અલગથી ચૂકવવામાં આવે છે. ઋષભ પંત અનેક દેશી અને વિદેશી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તેઓ દર વર્ષે અંદાજે ૮થી ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરે છે.
ઋષભ પંત પાસે દિલ્હી, દેહરાદૂન અને રૂડકીમાં કરોડોની કિમતના આલીશાન ઘરો છે. તેમના કાર કલેક્શનમાં પણ અનેક લક્ઝરી કારનો સમાવેશ થાય છે, જેમાં Audi A8 અંદાજિત કિમત ૧.૩૨ કરોડ રૂપિયા, જ્ંશ્વફુ Mustang અંદાજિત કિમત લગભગ ૨ કરોડ રૂપિયા અને Mercedes-Benz GLE અંદાજિત કિમત લગભગ ૨ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ઋષભ પંત પાસે વર્લ્ડ પિકલબોલ લીગની એક ટીમનો માલિકી હક પણ છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
