News of Tuesday, 6th October 2026
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારત અને ભારત 'A' ટીમની જાહેરાત: શ્રેયસ ઐયરને ટીમની કમાન:ભુવનેશ્વર કુમારની ફરી એન્ટ્રી
લગભગ 1414 દિવસ બાદ ભુવનેશ્વર કુમાર ફરી રાષ્ટ્રીય ટીમની બ્લુ જર્સીમાં બોલિંગ કરશે : તિલક વર્માને વાઇસ કેપટનની જવાબદારી

ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા અને અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા મંગળવારે ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસ માટે ભારતીય 120 (T20) ટીમ અને ભારત 'A' ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સૌથી મોટું આકર્ષણ ભારતના અનુભવી સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી છે. લગભગ 1414 દિવસના લાંબા અંતરાલ બાદ ભુવનેશ્વર કુમાર ફરી એકવાર રાષ્ટ્રીય ટીમની બ્લુ જર્સીમાં બોલિંગ કરતો જોવા મળશે.
ભુવનેશ્વર કુમારે છેલ્લે નવેમ્બર 2022 માં ન્યૂઝીલેન્ડ સામે જ ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ તે લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ફોર્મેટથી દૂર રહ્યો હતો. ઘણા ક્રિકેટ પંડિતો માની રહ્યા હતા કે આ દિગ્ગજ બોલરની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ, ભુવનેશ્વરે હાર માનવાને બદલે સ્થાનિક ક્રિકેટ (ડોમેસ્ટિક ક્રિકેટ) માં સખત મહેનત ચાલુ રાખી. તેના સતત શાનદાર પ્રદર્શન અને ફિટનેસનું ફળ તેને હવે મળ્યું છે. ન્યૂઝીલેન્ડની પિચો હંમેશા ફાસ્ટ અને સ્વિંગ બોલરો માટે મદદરૂપ સાબિત થતી હોય છે, આવી પરિસ્થિતિમાં ભુવનેશ્વરની બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા ટીમ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.
આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ યજમાન દેશ સામે કુલ 5 મેચોની રોમાંચક T20 શ્રેણી રમવા જઈ રહી છે. આ સિવાય, ભારત 'A' ટીમ ન્યૂઝીલેન્ડ 'A' સામે 3 બહુ-દિવસીય (ચાર દિવસીય) મેચોની શ્રેણી રમશે. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વનડે (ODI) અને ટેસ્ટ શ્રેણી માટેની ટીમોની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.
પસંદગી સમિતિએ યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જાળવ્યું છે. ટીમની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને વાઈસ-કેપ્ટનની જવાબદારી અપાઈ છે.
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, અરવિંદ કુમાર, અરવિંદ યાદવ, વરેશ યાદવ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ચાર દિવસીય મેચો માટે ભારત 'A' ટીમ:
ન્યૂઝીલેન્ડ 'A' સામેની મેચો માટે ધ્રુવ જુરેલને સુકાની બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ફિટનેસના આધારે ઋષભ પંતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ધ્રુવ જુરેલ (કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પડિકલ, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત (વિકેટકીપર - ફિટનેસને આધીન), વોશિંગ્ટન સુંદર, આકીબ નબી, આકાશ દીપ, અંશુલ કમ્બોજ, મનસુખદાર, સુધરાઈ, યશ રાઠોડ અને મુકેશ કુમાર.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
