તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 21st November 2026
ભારત 'A' નો ભવ્ય વિજય: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં નેપાળને 306 રનથી કચડ્યું: તિલક વર્મા અને કુમાર કુશાગ્રની શાનદાર સદી
ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 332 રનનો વિશાળ સ્કોર બનાવ્યો નેપાળની ટીમ માત્ર 11.3 ઓવરમાં માત્ર 26 રનમાં જ સમેટાઈ ગઈ

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ ની પોતાની શરૂઆતી મેચમાં ભારત 'A' ની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતા નેપાળ સામે 306 રનના મસમોટા માર્જિનથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 332 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રમવા ઉતરેલી નેપાળની પૂરી ટીમ ભારતીય ઝડપી બોલરો સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર 11.3 ઓવરમાં માત્ર 26 રનમાં જ સમેટાઈ ગઈ હતી. લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો સ્કોર છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
