તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
રાહુલની રનવર્ષા, ગિલ-પડિક્કલની અડધી સદીથી ભારતનો દબદબો
દિવસ ૩ પૂર્ણઃ લોકેશ રાહુલની ૧૩૬ રનની શાનદાર સદી, પડિક્કલ ૮૦ રને આઉટ, કેપ્ટન શુભમન ગિલ સદી ચુક્યો, ભારત ૪૮૬/૪: ૧૧૮ રનની લીડ

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતીય બેટરોએ શાનદાર બેટિગ કરી કિવી બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૧૨૫ ઓવરની રમતના અંતે ચાર વિકેટ ગુમાવી ૪૮૬ રનનો વિશાળ સ્કોર ખડકી મજબૂત સ્થિતિ હાંસલ કરી છે.
ભારત તરફથી લોકેશ રાહુલે શાનદાર બેટિગનું પ્રદર્શન કરતાં ૨૯૦ બોલમાં ૧૩૬ રનની યાદગાર સદી ફટકારી હતી. તેની ઇનિગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો. યશસ્વી જાયસવાલે પણ આક્રમક અંદાજમાં ૮૯ બોલમાં ૮૫ રન બનાવ્યા હતા, જેમાં ૧૬ ચોગ્ગા સામેલ હતા.
દેવદત્ત પડિક્કલે ૧૭૫ બોલમાં ૮૦ રનની ધીરજભરી ઇનિગ રમી હતી. જ્યારે કેપ્ટન શુભમન ગિલે ૧૪૬ બોલનો સામનો કરી નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૯૮ રન બનાવ્યા હતા. જોકે, તે સદીથી માત્ર બે રન દૂર જેકબ ડફીના બોલે આઉટ થયો હતો.
દિવસની રમત આગળ વધતાં ઋષભ પંતે પણ આક્રમક બેટિગ કરતાં ૬૨ બોલમાં અણનમ ૫૫ રન ફટકાર્યા હતા. બીજી તરફ અંશુલ કમ્બોજ શૂન્ય રને અણનમ રહ્યો હતો. આમ, ભારતીય બેટરોએ ચાર વિકેટના ભોગે ૪૮૬ રન બનાવી ન્યૂઝીલેન્ડ સામે પોતાની પકડ મજબૂત બનાવી છે. કુલ લીડ ૧૧૮ રનની થઈ છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
