News of Wednesday, 28th October 2026
ભારત-ન્યૂઝીલેન્ડ ચોથી T20 મેચ હાઉસફૂલ: ઓકલેન્ડના ઈડન પાર્કની તમામ ટિકિટ સોલ્ડ આઉટ : 40,000 દર્શકોનો રેકોર્ડ તૂટશે
શુક્રવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી T20, NZ ક્રિકેટે કહ્યું - 126,000 ટિકિટ વેચાઈ, આ સિરીઝની ચોથી હાઉસફૂલ મેચ, 2019નો 36,523 દર્શકોનો રેકોર્ડ તૂટશે

ઓકલેન્ડ તા.28 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાનારી ચોથી T20 ઈન્ટરનેશનલ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "શુક્રવારે રાત્રે લગભગ 40 હજારથી વધુ દર્શકો ઈડન પાર્કમાં ઉમટી પડશે." આ ઈડન પાર્કના ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ભીડ હશે.
આ મેચ દ્વિપક્ષીય સિરીઝમાં દર્શકોનો નવો રેકોર્ડ બનાવશે. અગાઉ 2019માં ભારત સામેની જ ડબલ હેડર મેચમાં 36,523 દર્શકો આવ્યા હતા, તે રેકોર્ડ તૂટશે.
ઈડન પાર્કમાં આજ સુધી માત્ર બે વાર જ આનાથી વધુ ભીડ થઈ છે - 1982માં ઓસ્ટ્રેલિયા સામે 42,000 અને 2015 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 41,279 દર્શકો.
આ T20 સિરીઝની ચોથી સોલ્ડ આઉટ મેચ છે. પહેલી બે મેચ હેગ્લી ઓવલમાં અને પાંચમી મેચ સેડન પાર્કમાં પણ હાઉસફૂલ છે.
NZC મુજબ, ભારતના આ પ્રવાસમાં અત્યાર સુધીમાં 1,26,000થી વધુ ટિકિટ વેચાઈ છે, જેમાંથી 71,000 તો માત્ર T20 સિરીઝની છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
