<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

લંડનમાં આજે સાંજે ૭ વાગ્‍યાથી ભારત-પાક. વચ્‍ચે મુકાબલોઃ આ અઠવાડીયે હોકી ટીમો બે વખત ટકરાશે

આપણી મેન્‍સટીમ છેલ્લા ૧૦ વર્ષથી પાક. સામે ૧૭ મેચોમાં આજેય રહી છે

નવી દિલ્‍હીઃ મેન્‍સ હોકી પ્રો લીગ ૨૦૨૫-૨૬ના યુરોપિયન તબક્કામાં ભારત આ અઠવાડિયે બે વખત પાકિસ્‍તાન સામે રમશે. લંડનમાં આજે ૨૩ જૂને સાંજે ૭ વાગ્‍યે અને ૨૬ જૂને સાંજે ૧૦.૩૦ વાગ્‍યે બન્ને ટીમોની રસપ્રદ ટક્કર થશે.

હોકી ઇન્‍ડિયાએ શેર કરેલા આંકડાઓ અનુસાર ભારતીય મેન્‍સ ટીમ છેલ્‍લા ૧૦ વર્ષથી પાકિસ્‍તાન સામે ૧૭મેચોમાં અજેય રહી છે. બન્ને ટીમ છેલ્‍લે ૨૦૨૪માં ચીનમાં એશિયન ચેમ્‍પિયન્‍સ ટ્રોફી દરમ્‍યાન સામસામે રમી હતી.

વીઝાના મુદ્દાઓને કારણે પાકિસ્‍તાનના કેપ્‍ટન અને કોચ લંડનમાં ટીમ સાથે જોડાયા નથી એવા પણ અહેવાલ મળી રહ્યા.

(4:09 PM IST)