News of Friday, 17th July 2026
ભારતીય ક્રિકેટની રણનીતિ આડેધડ? ઓલરાઉન્ડર્સનો અતિરેક કે પસંદગીકારોની દિશાહીનતા!
૭ શરમજનક પરાજય પાછળ છુપાયેલી એ એક જ સમાન ભૂલ, જેણે ટીમ ઈન્ડિયાની સંતુલિત પ્લેઈંગ ઈલેવનની કમર તોડી નાખી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વૈશ્વિક સ્તરે હંમેશા એક મજબૂત દાવેદાર તરીકે મેદાને ઉતરે છે. કરોડો ક્રિકેટ ચાહકોની અપેક્ષાઓનો ભાર અને વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)નું પીઠબળ હોવા છતાં, તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ચિતાજનક રહ્યું છે. સતત ૭ મોટા પરાજય કોઈ અકસ્માત નથી, પરંતુ એક ઊંડી વ્યૂહાત્મક ખામીનો સંકેત છે. વિજયના રથ પર સવાર રહેનારી ટીમ અચાનક પત્તાના મહેલની જેમ કેમ વિખેરાઈ રહી છે, તે હવે માત્ર આંકડાઓનો વિષય નથી રહ્યો પરંતુ ગંભીર આત્મમંથનનો મુદ્દો બની ગયો છે.
આ સાતેય પરાજયની જો બારીકાઈથી સમીક્ષા કરવામાં આવે, તો એક સામાન્ય કડી સ્પષ્ટપણે ઉપસી આવે છે મેચની પરિસ્થિતિ અને પિચના મિજાજને સમજવામાં થાપ ખાવી અને એક જ ભૂલનું વારંવાર પુનરાવર્તન કરવુંર્.ં ભારતીય ટીમ મેનેજમેન્ટ વારંવાર વિરોધી ટીમની મજબૂતાઈ અને પિચની સ્થિતિને પારખવામાં નિષ્ફળ રહ્યું છે. એક જ પ્રકારની રણનીતિ સાથે દરેક મેચ જીતી શકાતી નથી, તે વાત સ્વીકારવા ટીમ ઈન્ડિયા તૈયાર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે પ્લાન 'એ' નિષ્ફળ જાય છે, ત્યારે ટીમ પાસે કોઈ સક્ષમ પ્લાન 'બી' હોતો નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયથી બેટિગ અને બોલિગ બંનેમાં ઊંડાણ લાવવાના આશયથી 'ઓલરાઉન્ડર ફોર્મ્યૂલા' પર ભારે દબાણ કર્યું છે. કાગળ પર આ વ્યૂહરચના ખૂબ આકર્ષક લાગે છે કે ટીમ પાસે ૮મા કે ૯મા ક્રમ સુધી બેટિગ ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ રહી છે.
ટીમમાં સામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર્સ ન તો સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સદી ફટકારી શક્યા છે, ન તો ફ્રન્ટલાઈન બોલર તરીકે વિરોધી ટીમની વિકેટો ઝડપી શક્યા છે. તેઓ 'જેક ઓફ ઓલ ટ્રેડ્સ, બટ માસ્ટર ઓફ નન' (બધું જ થોડું થોડું આવડવું પણ કોઈ એકમાં નિપુણ ન હોવું) સાબિત થયા છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
