<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ સજ્જઃ પાંચ સિનિયર્સ બહાર, નવા યુવા ચહેરાઓને મોટી તક

રિયાન પરાગ અને હર્ષિત રાણાને મળ્‍યું ટીમમાં સ્‍થાનઃ ટીમના કેપ્‍ટન પદે સૂર્યકુમાર યાદવ

નવી દિલ્‍હી,તા.૨૭: શ્રીલંકા સામેની આગામી ક્રિકેટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્કલોડ મેનેજમેન્‍ટ અને આરામના ભાગરૂપે પાંચ મુખ્‍ય સિનિયર સ્‍ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્‍યા છે, જ્‍યારે ઘરઆંગણે અને આઈપીએલમાં ઉત્‍કૃષ્ટ પ્રદર્શન કરનારા નવા અને યુવા ખેલાડીઓને ભારતીય સ્‍ક્‍વોડમાં તક આપીને મોટો દાવ રમવામાં આવ્‍યો છે.

રિયાન પરાગ, હર્ષિત રાણા, ખલીલ અહેમદ, રવિ બિશ્નોઈ (સ્‍પિનર), રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ટી૨૦ કેપ્‍ટન તરીકે અને શુભમન ગિલ વાઇસ કેપ્‍ટન તરીકે જવાબદારી સંભાળશે.

સિલેક્‍શન કમિટીએ ભવિષ્‍યની મોટો આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્‍ટ્‍સને ધ્‍યાનમાં રાખીને સિનિયર ખેલાડીઓને બ્રેક આપ્‍યો છે. આ નિર્ણયથી રિયાન પરાગ અને હર્ષિત રાણા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું કૌશલ્‍ય સાબિત કરવાનો ઉત્તમ અવસર ઊભો થયો છે.

(3:38 PM IST)